પોરબંદરમાં આર.ટી.ઇ.ના ફોર્મ જમા કરાવવામાં મુશ્કેલીને લીધે અનેકને એડમીશન મળશે નહીં

March 20, 2017 at 1:58 pm


પોરબંદરમાં આર.ટી.ઇ.ના ફોર્મ જમા કરાવવામાં મુશ્કેલીને લીધે અનેકને એડમીશન મળશે નહીં તેમ જણાવીને હવે મુદ્દત વધારવા માંગ થઇ છે.
ગુજરાત એજયુકેશન કમીટીના રામભાઇ ઓડેદરા અને કાર્યકરોએ જણાવ્ું હતું કે, આર.ટી.ઇ. કાયદા (ર૦૦૯) અંતર્ગત ખાનગી શાળામાં મફત અંતર્ગત ફોર્મ ભરવાની સરકારએ તા. ૧પ–૩–૧૭ સુધીનો સમય જાહેર કર્યેા હતો. આ સમયમાં જાહેરાતના અભાવે લોકોને મોડી જાણ થતાં ટુંકા સમયમાં જરૂરી ડોકયુમેન્ટ મેળવવામાં સમય લાગતા અને કનેકટીવીટીના પ્રશ્નો હોવાથી ફોર્મ ભરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. ઓછામાં પુરી જાતિના દાખલા વિગેરેમાં પણ આજ પ્રશ્ન ઉભા થયા જેથી ટાઇમ પસાર થઇ ગયો. છેલ્લા બે – ત્રણ દિવસોમાં ફોર્મ ભરવાનો ઘસારો અને કનેકટીવીટી ન હોવાથી અને ઇન્ટરનેટ ખુબ જ ધીમુ ચાલતું હોય ઘણા જરૂરીયાતમંદો વંચીત રહી ગયા હતા. આ બાબતે ઘણી રજુઆતો થઇ પરંતુ મુદ્દત વધારો કરવામાં ન આવતા ઘણા લાભાર્થીઓએ આ લાભથી વંચિત રહ્યા છે. હજુ પણ મુદ્દત વધારાની અપેક્ષાએ લોકો રાહ જોઇ રહ્યા છે. આમ ફીઝીકલ ફોર્મ કરતા ઓનલાનઇ ફોર્મ પ્રક્રિયામાં પબ્લીક લુંટાઇ અને કાગળોનો પણ વેડફાટ થયો. જે એક ફોર્મથી અરજી થતી હતી તે ઓનલાનઇમાં ત્રણ પેઇજ કાઢવાના થતા હતા જેથી કાગળોનો પણ બગાડ થયો. આ બબાતે સરકારેએ મુદ્દત વધારો કરવો જોઇએ એવી લોકોની લાગણી જોઇ ગુજરાત એજયુકેશન કમીટીના રામભાઇ ઓડેદરા તથા અન્ય કાર્યકરો દ્રારા આ બાબતે યોગ્ થાય તેવી લાગણી વ્કત કરી હતી.

print

Comments

comments

VOTING POLL