પોરબંદરમાં આવતીકાલે ”આજકાલ” અને લાયન્સ કલબ દ્રારા વિશ્ર્વ ડાયાબીટીસ દિનની ઉજવણી

November 13, 2017 at 1:54 pm


પોરબંદરમાં આવતીકાલે વિશ્ર્વ ડાયાબીટીસ દિનની ઉજવણી ”આજકાલ” અને લાયન્સ કલબ દ્રારા કરવામાં આવશે, જેમાં લાયન્સ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચેક–અપ કરી અપાશે.
આવતીકાલે તા. ૧૪૧૧ ના પોરબંદરમાં લાયન્સ કલબ અને ”આજકાલ” દ્રારા ડાયાબીટીસ ફ્રી ચેક–અપ કેમ્પ લાયન્સ હોસ્પિટલ ખાતે બપોરે ૪ થી ૭ રાખેલ છે. જેના પ્રોજેકટ ચેરમેન ડો. કમલ મહેતા અને ડો. સુરેશ ગાંધીએ જણાવ્યું છે કે, ડાયાબીટીસ એટલે લોહીમાં ખાંડ–સુગરનું પ્રમાણ હોવું જોઈએ તેના કરતા વધારે પ્રમાણમાં રહેવું. કાર્બેાહાઈડ્રેટ, પ્રોટીન તથા ચરબીના પાચનમાં થતા ફેરફારોના લીધે લોહીની નાની તેમજ મોટી નળીઓમાં થતી આડઅસરો. ડાયાબીટીસથી અનેક રોગો થઈ શકે છે. તેથી ડાયાબીટીસની તપાસ કરાવવી જોઈએ. સયમસરની સારવાર મળવાથી અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે. યોગ્ય સારવાર, યોગ્ય ખોરાક અને કસરત દ્રારા ડાયાબીટીસથી બચી શકાતું હોવાથી સૌને લાભ લેવાની યાદી પાઠવી છે.

print

Comments

comments

VOTING POLL