પોરબંદરમાં આવતીકાલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી અપાશે

January 11, 2017 at 2:23 pm


પોરબંદરમાં નગરપાલિકા કચેરી ખાતે આવેલા ડિસ્ટ્રીકટ ચેમ્બર હોલમાં આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ યોજના સહિત પ્રધાનમંત્રીની લોકઉપયોગી અન્ય યોજનાની માહિતી આપવા માટે ખાસ સેમીનારનું આયોજન કરાયું છે.

જામનગર ઈન્કમટેક્ષ રેન્જના જોઈન્ટ કમીશનર સી.પી. ભાટીયા ખાસ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી તેમજ મળતા લાભો જણાવશે. પોરબંદરના આઈ.ટી. ઓ. કિશનકુમાર પરમાર પણ ઉપસ્થિત રહેશે જેથી પોરબંદરના વેપારીઓ સહિત લોકોને ખાસ આયોજીત આ સેમીનારમાં ઉપસ્થિત રહેવા માટે ટેક્ષ સલાહકાર રાજુભાઈ બુદ્ધદેવ, ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ અનિલભાઈ કારીયા, વિજયભાઈ ઉનડકટ સહિત હોદ્દેદારોએ યાદી પાઠવી છે

print

Comments

comments

VOTING POLL