પોરબંદરમાં ઉછીના રૂપીયાનું મનદુઃખ રાખીને યુવાન ઉપર હંમલો

February 12, 2018 at 1:15 pm


પોરબંદરમાં ઉછીના રૂપીયાનું મનદુઃખ રાખીને યુવાન ઉપર હંમલો થયાની ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નાેંધાઈ છે.
પોરબંદરના ખારવાવાડમાં રહેતા કલ્પેશ ધીરજભાઈ મુકાદમ (ઉ. વર્ષ 25) એ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેણે હેમેન્દ્રને 4 હજાર રૂપીયા ઉછીના આપ્યા હતા. આથી એ રૂપીયા પરત માંગતા તેનું મનદુઃખ રાખીને હેમેન્દ્ર તથા તેના બનેવી અને મિત્ર જીતુ અને જીગાએ લાકડાના ધોકા વડે તથા ઢીકા-પાટુનો માર મારી કલ્પેશને ઈજા પહાેંચાડી હતી.

print

Comments

comments

VOTING POLL