પોરબંદરમાં ઉદ્યોગપતિ પ્રેમજી ચમે નાના ભાઇ પર મિલકતના પ્રશ્ને કર્યું ફાયરિંગ

May 19, 2017 at 1:43 pm


પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિના પરિવારમાં મિલકતને લઈને આંતરિક ઝઘડો આજે પરાકાષ્ટાએ પહોંચી જતાં ફાયરિંગ થયું હતું અને ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

પોરબંદરના જાણીતા ચમ ઉદ્યોગપતિ પરિવારના પ્રેમજી ચમએ તેમના નાના ભાઈ રમેશ કાનજીભાઈ ચમ ઉપર ફાયરિંગ કર્યું હતું. જો કે, સદ્નસીબે તેમને ઈજા થઈ ન હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પોતાના કારખાનાની અંદર જ પ્રેમજી ચમે નાના ભાઈ પર ફાયરિંગ કરી દેતાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. આ ઘટનાની જાણ થતાં એસ.પી. પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર સ્થિતિથી વાકેફ થયા હતા.

મિલકતના પ્રશ્ર્ને ચમ પરિવારમાં આ બે ભાઈઓ વચ્ચે ઘણા લાંબા સમયથી ઝઘડો ચાલ્યો આવે છે અને તેના અનુસંધાને પ્રેમજી ચમે નાના ભાઈ રમેશ ચમ પર ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જો કે, સદ્નસીબે ગોળી સાઈડમાંથી પસાર થઈ જતાં રમેશને કોઈ ઈજા થઈ નથી.

print

Comments

comments

VOTING POLL