પોરબંદરમાં જાહેરપીર નજીક મકાનને અડોઅડ જોખમી વિજથાંભલો દૂર કરો

November 13, 2017 at 1:44 pm


પોરબંદરના જાહેરપીર વિસ્તારમાં મહિલા પૂર્વ સુધરાઈ સભ્યના મકાનને અડોઅડ જોખમી વિજથાંભલો દૂર કરવાની વારંવાર રજુઆત કરી હોવા છતાં તંત્રએ નક્કર કાર્યવાહી કરી નથી, તેથી વધુ એક વખત તંત્રનું ધ્યાન દોરીને અકસ્માત થાય તે પહેલા જાગી જવા માંગ કરી છે.
પોરબંદરના જાહેરપીર વિસ્તારમાં રહેતા પૂર્વ સુધરાઈ સભ્ય શાંતાબેન કાણકીયાના મકાનને અડોઅડ જોખમી વિજથાંભલો આવેલો છે અને તેને દૂર કરવા શાંતાબેને વિજતંત્રને વખતોવખત રજુઆત કરી હોવા છતાં વિજતંત્રએ જવાબદારી સ્વીકારવાને બદલે ”તમારા ખર્ચે દૂર કરવો પડશે” તેવું જણાવી દીધું હતું. અંદાજે ૧૦ હજાર રૂપીયા જેટલો ખર્ચ વિજતંત્રએ મકાનમાલિકને ભોગવવો પડશે તેવું જણાવી દેતા રોષ જોવા મળ્યો હતો અને તંત્રએ જ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માંગણી કરી હતી. રવેશથી ખૂબ જ નજીક આવેલા આ થાંભલાને લીધે કોઈ અકસ્માત સર્જાય કે જાનહાનિ સર્જાય તો કોણ જવાબદાર ? તેવા સવાલ સાથે યોગ્ય કરવા માંગ થઈ છે

print

Comments

comments

VOTING POLL