પોરબંદરમાં ઝડપાયેલ ઇરાની ગેંગના ત્રણ શખ્સોના એક દિવસના રિમાન્ડ મંજુર

September 13, 2017 at 1:26 pm


પોરબંદર પોલીસે મધ્યપ્રદેશની ઇરાની ગેંગના ત્રણ લુટારૂઓને પકડીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ૧ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. વધુ ત્રણ શખ્સોના નામ ખુલતા તપાસ શરૂ થઇ છે તો બીજીબાજુ વેરાવળ અને જુનાગઢમાં પણ તેઓએ ચીલઝડપ કર્યાની કબુલાત આપી છે.

પોરબંદરના વાઘેશ્ર્વરીપ્લોટ વિસ્તારમાંથી પોલીસે પીછો કરીને ચીલઝડપ અને લુંટના આરોપી મધ્યપ્રદેશના આઝમઅલી અખ્તરઅલી ઇરાની, સમીર સૈફત્પદીન મન્સુરી અને હાસમી શાહજરહત્પશેન ઇરાનીને પકડયા બાદ તેની પાસેથી લુંટનો મુદ્દામાલ પણ કબ્જે થયો હતો. પકડાયેલા શખ્સોને ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજુ કરતા ન્યાયમૂર્તિએ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પકાડયેલા શખ્સોએ મુખ્ય સુત્રધાર એવા હાતિમ અકરમ બેગ અને વસીમ ઉર્ફે હડુ ના નામ કબુલ્યા છે. આ બન્ને શખ્સોએ એકાદ મહીના પહેલા પોરબંદરના છાંયા વિસ્તારમાં પણ લુંટ ચલાવી હતી. તે ઉપરાંત અયુબ શેખ શબીરનું પણ નામ ખુલ્યું છે .આ ત્રણ શખ્સો ના નામની કબુલાત થતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે તો બીજીબાજુ રિમાન્ડ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, આ ટોળકીએ વેરાવળ અને જુનાગઢમાં પણ ચીલઝડપ કરી હતી. વધુ પુછપરછ હાથ ધરાઇ છે.

print

Comments

comments

VOTING POLL