પોરબંદરમાં ત્રણ વ્યકિતઆેના ગળાફાંસાઃ એકનો બચાવ

August 24, 2018 at 6:48 pm


પોરબંદરમાં ત્રણ વ્યકિતઆેએ ગળાફાંસા ખાઇ લીધા હતા જેમાં બે ના મોત થયા છે જયારે એકનો બચાવ થયો છે.
નાગરવાડાનો બનાવ
પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં રહેતા રાહુલ ગોપાલભાઇ કોટીયા ઉ.વ. 30 માનસિક બિમારીથી પીડાતો હતો આથી તેણે કંટાળીને પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે બેભાન હાલતમાં લવાયો હતો જયાં તેનું મોત નિપજયાનું જાહેર થતાં પોસ્મોર્ટમ થયું હતું.
મોઢા કોલેજ સામેનો બનાવ
છાંયાચોકી મોઢા કોલેજ સામે રહેતા અરવિંદભાઇ જેઠાભાઇ ભાયાણી ઉવ. 67એ લગ્ન કર્યા ન હતા અને પોતે એકલા રહેતા હતા તેથી બે-ત્રણ વર્ષથી માનસિક રીતે બિમાર થઇ ગયા હતા આથી કંટાળીને પોતાની મેળે કબાટના પડદાથી પંખા સાથે બાંધીને ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી લીધી હતી.
યુવાનનો બચાવ
પોરબંદરના માછલીઘરની પાસે રહેતા યુવરાજ દિપકભાઇ ચૌહાણ નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હતો તેનો બચાવ થયો હતો. તેના પિતા દિપકભાઇ ગોવિંદ ચૌહાણે પોલીસમાં જાણવા જોગ નાેંધ કરાવી છે.

print

Comments

comments

VOTING POLL