પોરબંદરમાં નાઈટ વોલીબોલ ટુનાર્મેન્ટ યોજાઈ

April 16, 2018 at 3:45 pm


પોરબંદરમાં નાઈટ વોલીબોલ ટુનાર્મેન્ટ યોજાઈ હતી, ”મનન કપ 2018” માં એસ.પી. ઈલેવન-એ ની ટીમે એસ.પી. ઈલેવન-બી ને હરાવીને ટ્રાેફી જીતી છે.આેમ ગૃપ અને ખાસ જેલ આયોજીત ડો. લાલ ના આિથર્ક સહયોગથી ”મનન કપ 2018” નાઈટ વોલીબોલ ટુનાર્મેન્ટ યોજાઈ હતી. જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં પોરબંદર ઉપરાંત જામનગર, ભાણવડ, માણાવદર અને ખાવડી સહિતની ટીમોએ ભાગ લીધો હતો. ખાવડી સહિત ટીમોએ ભાગ લીધો હતો જેના દીપ પ્રાગટéમાં ડો. લાલ, ડો. ગાંધી, પંકજ મજીઠીયા, આેમ ગૃપ પ્રમુખ સંજય માળી, જેલ સુપ્રિ. જાડેજા, ડાયેટના પ્રિન્સીપાલ અલ્તાફ રાઠોડ સહિત ઉપિસ્થત રહ્યા હતા. આઠ ટીમો વચ્ચે રમાયેલી આ વોલીબોલ ટુનાર્મેન્ટની ફાઈનલ મેચ એસ.પી. ઈલેવન-એ અને એસ.પી. ઈલેવન-બી વચ્ચે રમાઈ હતી જેમાં એસ.પી. ઈલેવન-એ ની ટીમ વિજેતા બનતા તેમને કપ, શિલ્ડ અને સટિર્ફીકેટ સહિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા આેમ ગૃપના દિપક બુચ, પંકજ માંકડ, ભોલાભાઈ, રવિ કોટીયા તેમજ જેલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL