પોરબંદરમાં પેટ્રાેલપંપમાં તોડફોડ કરવાના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

January 12, 2019 at 2:18 pm


પોરબંદરના ફ્રેન્ડસ પેટ્રાેલપંપમાં તોડફોડ થયાના ગુન્હામાં મુખ્ય આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા છે.થાેડા દિવસો પહેલા સફેદ રંગના સ્કોપ}યોમાં આવેલા ત્રણ શખ્સોએ ફ્રેન્ડ્સ પેટ્રાેલપંપમાં તોડફોડ કરી હોવાની પવન ગોવિંદભાઈ તોરણીયાએ ફરિયાદ નાેંધાવી હતી. આ બનાવમાં ત્રણ આરોપીઆે વનરાજ ભુતિયા, ચેતન ગજેન્દ્ર અને એક બાળ આરોપીની ધરપકડ કર્યા બાદ આ ગુન્હામાં સાજણ પુંજા આેડેદરા સંડોવાયા હોવાનું બહાર આવ્યું હતું. તે દરમિયાન આરોપીઆેને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે સાજણ પુંજા આેડેદરાને ધરપકડ કરેલ જેથી અરજદારે પોતાના વકિલ એમ.જી. શીગરખીયા મારફત નામદાર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી જેની સુનાવણીમાં અરજદારના વકિલ દ્વારા એવી દલીલ રજુ કરવામાં આવેલી કે અરજદાર ઉપરોક્ત ગુન્હામાં ક્યાંય સંડોવાયેલા નથી કે બનાવ સ્થળે તેમની ક્યાંય હાજરી નથી. તેમજ એફ.આઈ.આર. માં જે ત્રણ ઈસમોની વિગત આપવામાં આવેલી છે તે ત્રણે ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે. ચીફ કોર્ટે જામીન ઉપર મુક્ત કરેલા છે તેથી પોલીસ અરજદારને ગુન્હામાં ખોટી રીતે સંડોવવા માંગે છે. ઉપરોક્ત દલીલો માન્ય રાખી ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા અરજદારના આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી જે.પી. ગોહેલની આેફિસ વતી એડવોકેટ એમ.જી. શીગરખીયા, નિલેષ જી. જોષી, પંકજ બી. પરમાર, વિનોદ જી. પરમાર, જિગ્નેશ એમ. ચાવડા તથા રાહુલ એમ. શીગરખીયા રોકાયા હતા.

print

Comments

comments

VOTING POLL