પોરબંદરમાં ફેસબુક ઉપર આડેધડ ટીપ્પણી કરનાર યુવાન ઉપર ઘાતક હુમલો

September 13, 2017 at 1:35 pm


પોરબંદરમાં ફેસબુક ઉપર આડેધડ ટીપ્પણી અને પોસ્ટ મુકવા માટે પ્રખ્યાત બનેલા અને અનેક રાજકીય આગેવાનોએ જેને ફેસબુક ઉપર બ્લોક કર્યેા છે તેવા યુવાનને ચોપાટી ઉપર પિસ્તોલ બતાવીને બે શખ્સો પૈકી એકે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને આ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

બનાવની વિગત એવી છે કે, પોરબંદરના ઝવેરી બંગલા પાછળ રહેતા પ્રફત્પલ ભગવાનજી દત્તાણી નામના ૩૬ વર્ષના યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે, પોતે ચોપાટી ઉપર લોર્ડઝ હોટલ પાછળ બેઠો હતો ત્યારે અજય બાપોદરા અને નાગાજણ મોઢવાડિયા નામના બે યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રફત્પલને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિસ્તોલ જેવું હથિયાર ધારણ કયુર્ હતું અને તેની સાથે રહેલા નાગાજણે લાકડાના પાટીયાવડે હાથ અને પગમાં ઢોર માર મારી ફેકચર કરી નાશી છુટયો હતો. ચોપાટી ઉપર બુમાબુમ કરી મુકતા આ યુવાનને તાત્કાલીક સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા બાદ તેણે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ યુવાને અગાઉ પણ લીલુબેન ભુતિયા નામના મહીલા સાથે ફેસબુકમાં માથાકુટ કરીને ટીપ્પણી કરી હતી ત્યારે આ મહીલા પણ ઉશ્કેરાઇ ગઇ હતી અને પ્રફત્પલને શોધીને તેને હોકીવડે માર્યેા હતો અને તેની વિડીયોકલીપ ઉતારાયા બાદ વાયરલ પણ થઇ હતી અને તે સમયે પ્રફત્પલે લીલુબેન સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારબાદ પણ ભાજપપક્ષના આગેવાનો વિશે ફેસબુકમાં અવાર–નવાર ટીપ્પણી કરવા ટેવાયેલા આ યુવાનને માર મારવામાં આવતા વધુ તપાસ પીએસઆઇ આર.બી. સોલંકીએ હાથ ધરી છે.

એક હાથ ભાંગ્યો… હોસ્પિટલેથી જ બીજા હાથે ફેસબુક ઉપર પોસ્ટ કરી!
પોરબંદરમાં અનેક સોશ્યલ મીડીયાપ્રેમી યુવાનો ફેસબુક અને વોટસઅપમાં એટલા ઉંડા ઉતરી જાય છે કે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોસ્ટમુકવામાં પાછીપાની કરતા નથી. પોરબંદરની હોસ્પિટલે ખસેડાયેલા પ્રફત્પલ દત્તાણીનો એક હાથ ભાંગી ગયો હતો છતાં બીજા હાથેથી તેણે હોસ્૫િટલમાંથી જ પોસ્ટ કરીને પોતાના ઉપર હત્પમલો થયાનું જણાવ્યું હતું. અનેક લોકોએ આ પોસ્ટને લાઇક કરી હતી તો ઘણા એ અવનવી સલાહ પણ તેને આપી હતી.

print

Comments

comments

VOTING POLL