પોરબંદરમાં ભવ્ય મેળાનો સોમવારથી પ્રારંભઃ છ દિવસની મોજ

August 12, 2017 at 1:52 pm


પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સોમવારથી છ દિવસીય લોકમેળાનું આયોજન થયું છે. પાલિકા આયોજીત આ મેળાનો સોમવારે સાંજે 6ઃ00 કલાકે કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. લોકમેળાના પ્રારંભે કેબીનેટમંત્રીની સાથે પોરબંદર એસ.પી. તરૂણ દુગ્ગલ, નિવાસી નાયબ કલેકટર મહેશ જોશી, પ્રાંત અધિકારી બાટી, પાલિકાના ચીફ આેફીસર રૂદ્રેશ હુદડ, પ્રમુખ ભારતીબેન મોદી, ઉપપ્રમુખ સરજુભાઇ કારીયા સહિત આગેવાનો ઉપિસ્થત રહેશે.

પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતે પાલિકા દ્વારા લોકમેળાનું વ્યવિસ્થત આયોજન કરવામાં આવે છે ત્યારે સોમવાર તા. 14 થી શનિવાર તા. 19 સુધી છ દિવસના લોકમેળામાં લોકોને રાઇડસ સાથે ખાણીપીણીની અને બાળકો માટે રમકડાના અનેક સ્ટોલ હોવાથી મોજ રહેશે.
પોરબંદરમાં છેલ્લા થાેડા દિવસોથી થાેડોથાેડો વરસાદ વરસતો હોવાથી સોમવારથી જયારે મેળાનો પ્રારંભ થવાનો છે ત્éારે વરસાદ મેળાની મોજમાં વિધ્ન પાડે નહી તેવી લોકો આશા રાખી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL