પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં દરોડા સંદર્ભે કાેંગી અગ્રણી રામદેવ મોઢવાડીયાની ધરપકડ

September 11, 2018 at 4:46 pm


પોરબંદરમાં એક મહિના અગાઉ ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજુર્નભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં કાેંગ્રેસી કાર્યકરો દ્વારા મગફળીના ગોડાઉનમાં જનતા રેડ કરવામાં આવી હતી, જે બાબતે ગુજરાત કાેંગ્રેસના પૂર્વ મંત્રી રામદેવભાઈ મોઢવાડીયાની પોલીસે ધરપકડ કરી છે જેથી કાેંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત કાેંગ્રેસના પૂર્વ મંત્રી અને પોરબંદરના કાેંગ્રેસી અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાની હાર્બર મરીન પોલીસ દ્વારા આજે ધરપકડ કરવામાં આવતા કાેંગ્રેસી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે કાેંગ્રેસ દ્વારા પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં પાડવામાં આવેલી જનતા રેડમાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. અને લાખો રૂપીયાની મગફળી ગોડાઉનમાં સડી ગયેલી હોવાનું ખૂલ્યું હતું. જેથી આ ગેરરીતી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર કાેંગ્રેસી કાર્યકરો સામે પોલીસ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી હતી. આ જનતા રેડ બાબતે અગાઉ પણ 13 કાેંગ્રેસી અગ્રણીઆે અને કાર્યકરોની પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ કરવામાં આવી હતી. મગફળીકાંડની તપાસ કરવાને બદલે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા કાેંગ્રેસ અગ્રણીઆેને ડરાવવા-ધમકાવવા માટે ગુન્હા દાખલ કરીને ધરપકડ કરી રહી હોવાનું જણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરના જીએમબીના ગોડાઉનમાં મગફળીની તપાસ માટે ગયેલા રામદેવભાઇ મોઢવાડિયા સહિત આગેવાનોની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. અચાનક જનતા રેડ કરી ત્યારે પોલીસ પણ તાબડતોબ દોડી ગઇ હતી પછી પોલીસ દ્વારા અંદર પ્રવેશવા નહી દેવામાં આવતા શાિબ્દક ટપાટપી બાદ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પણ થઇ હતી.

print

Comments

comments

VOTING POLL