પોરબંદરમાં મતદાન કરનારને મફતમાં ચા પીવડાવાશે

December 7, 2017 at 5:48 pm


પોરબંદરમાં એક કેબીનધારક પોતાના કાયમી ગ્રાહકો મતદાન કરશે તેને મફત ચા પીવડાવશે.પોરબંદરમાં જુની પોલીસ લાઇન પાસે લારીમાં ચા વહેંચતા નીલેશભાઇ રાઠોડ દ્વારા દુકાને દુકાને જઇ મતદાન કરવાની અપીલ કરવામાં આવેલી. મતદાન જાગૃતિ અભિયાનમાં સ્વયંભુ પ્રચાર કરેલ. લોકશાહીના આ મહાનપર્વને ઉજવવા માટે થનગની રહ્યા છે. તેના દ્વારા કાયમી ગ્રાહકોને અનોખી પહેલ કરવામાં આવેલ છે કે, આપ મત કોઇપણને આપો આપ મને મતદાન કરેલ આંગળીમાં નિશાન બતાવો ને ફ્રીમાં ચા પીવો. બંધારણમાં મળેલ મતાધિકારનો તંદુરસ્ત લોકશાહીના જતન માટે ચોકકસપણે આપણે ઉપયોગ કરવો જોઇએ એમ જણાવે છે. પોરબંદરમાં લોકો સ્વયંમ પોતાની રીતે મતદાન જાગૃતિનો સંદેશ વધુમાં વધુ મતદાન થાય એ માટે બધા પોતપોતાની રીતે પ્રચાર કરતા હોય એમાં પોતાના દ્વારા પોતાના ગ્રાહકોેને ચુંટણીપર્વની ઉજવણી અંતર્ગત મતદાન કરી આવે ને ફ્રીમાં ચા પિવડાવવાની આેફર એ નાના માણસ દ્વારા મતદાન પર્વ ઉજવવાની અનોખી પહેલ છે.

print

Comments

comments

VOTING POLL