પોરબંદરમાં મોટરસાયકલ ચોરીના આરોપીના રીમાન્ડ નામંજુર

February 5, 2018 at 1:20 pm


પોરબંદરમાં મોટરસાયકલ ચોરી કરવાના ગુન્હાના કામે પકડાયેલ આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીના રીમાન્ડ નામંજુર થયા છે.
પ્રા વિગત મુજબ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ–૩૭૯ વિગેરે મુજબના ગુન્હાના કામે પોલીસે આરોપી નારણ લખમણ ચુડાસમાની ચોરી થયેલ મુદ્દામાલ મોટરસાયકલ સાથે અટકાયત કરી હતી અને તેને કોર્ટમાં બે દિવસની રીમાન્ડની માંગણીની અરજી સામે અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તરફે એવી હકીકતો જણાવેલ કે, આ કામમાં પકડાયેલ આરોપીની સાથે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે કે કેમ ? આરોપીએ અન્ય કોઈ ગુન્હાને અંજામ આપેલ છે કે કેમ ? વિગેરે બાબતો અન્વયે તપાસના કામે પકડાયેલ આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂરીયાત રહેલ હોવાનું કોર્ટ સમક્ષ આરોપી નારણ લખમણ ચુડાસમાના દિવસ–બે ના રીમાન્ડની માંગણી કરી હતી.
જે કામમાં આરોપી તરફે એવી રજુઆતો કરવામાં આવેલ કે, હાલના આરોપી આ કામમાં નિર્દેાષ હોવા છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. વળી અન્ય સહ આરોપીઓની અટક કરવા માટે પકડાયેલ આરોપીના રીમાન્ડ આપી શકાય નહીં તેમ જણાવી ઉચ્ચ અદાલતોના જુદા–જુદા જજમેન્ટો રજુ રાખી આરોપીઓના રીમાન્ડ નામંજુર કરવા કોર્ટને અરજ ગુજારતા કોર્ટે બન્ને પક્ષોને સાંભળી આ કામના આરોપીના દિવસ–બે ની માંગણી કરતી અરજી નામંજુર કરવાનો હત્પકમ અદાલતમાં કર્યેા હતો. આરોપી પક્ષે પોરબંદરના ધારાશાી જે.પી. ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી. જુંગી, પંકજ પરમાર, વિનોદ જી. પરમાર, જીજ્ઞેશભાઈ ચાવડા તથા રાહત્પલ એમ. શીંગરખીયા રોકાયેલા હતા.

print

Comments

comments

VOTING POLL