પોરબંદરમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણનું સ્તર ખાડે

May 16, 2018 at 2:42 pm


તાજેતરમાં ધો. 1ર વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થયા તેમાં પોરબંદરનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અત્યંત નબળુ આવ્éું છે ત્યારે જીલ્લા યુવક કાેંગ્રેસે તેની ચિંતા સેવીને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઆે વિજ્ઞાન માટેની ફાળવવા માંગ કરવામાં આવી છે.
ઉચ્ચ અભ્યાસક્રમોનું પ્રવેશ દ્વાર ગણાતા વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામોમાં દર વર્ષે પોરબંદર જીલ્લાનું પરિણામ સતત ઘટતું જ જાય છે જે ચિંતાનો વિષય છે અને આ અંગે શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણશાંીઆે અને જવાબદાર પદાધિકારીઆેએ વિચારવાની જરૂર છે તેમ એક નિવેદનમાં પોરબંદર જીલ્લા યુવક કાેંગ્રેસ સમિતિના પ્રમુખ દેવશી મોઢવાડિયાએ જણાવ્éું હતું અને પોરબંદર જીલ્લામાં શિક્ષણનું સ્તર ઉપર આવે અને ઘર આંગણે જ વિદ્યાથ}આેને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મળી રહે તે માટે બરડા વિસ્તાર, ઘેડ વિસ્તાર, રાણાવાવ અને કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઆે ફાળવવા માટે પોરબંદર જીલ્લા યુવક કાેંગ્રેસ સમિતિ દ્વારા રાજય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં પત્ર પાઠવીને રજુઆત કરી છે

.
ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં એ-1 ગ્રેડમાં પોરબંદર જીલ્લામાંથી માત્ર એક જ વિદ્યાથ} પાસ થયો છે, એ-ર ગ્રેડ સાથે માત્ર 11 વિદ્યાથ}આે જ પાસ થઇશકયા છે જયારે બી-1 ગ્રેડ સાથે 3ર અને બી-ર ગ્રેડ સાથે પ1 વિદ્યાથ}આે પાસ થયા છે. મતલબ કે સમગ્ર પોરબંદર જીલ્લામાંથી ધો. 1ર વિજ્ઞાન પ્રવાહના પરિણામના આધારે મેડીકલ કે એન્જીનીયરીગમાં પ્રવેશ મેળવી શકવા માટે પોરબંદર જીલ્લામાંથી 44 વિદ્યાથ}આે જ લાયક ઠરે તેમ છે જે ચિંતાનો વિષય છે. વિદ્યાથ}આેના વાલીઆે તેમના સંતાનોને સારૂ શિક્ષણ આપાવ માંગે છે પરંતુ પોરબંદર જીલ્લામાં શિક્ષણનું સ્તર એટલી હદે ખાડે ગયું છે કે, વિદ્યાથ}આેનું શૈક્ષણિક ભાવિ જ અંધકારમય બની જાય તેવી િસ્થતિ છે.તેવી જ રીતે સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં વિજ્ઞાન પ્રવાહના 9માંથી માત્ર એક જ વિદ્યાથ} પાસ થયો છે જયારે આઠ વિદ્યાથ}આે નાપાસ થયા છે તેથી પોરબંદર જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહના કથડેલા શિક્ષણના સ્તરને સુધારવા માટે અને પોરબંદર જીલ્લાના વિદ્યાથ}આેને ઘરઆંગણે જ મુલ્યનિષ્ઠ અને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે પોરબંદર જીલ્લાનાગ્રામ્ય વિસ્તારના ચાર વિભાગો એટલે કે, બરડા પંથક, ઘેડ પંથક અને રાણાવાવ ગ્રામ્ય અને કુતિયાણા ગ્રામ્યમાં આવેલી ગ્રાન્ટેડ હાઇસ્કુલો તેમજ સરકારી હાઇસ્કુલોને વિજ્ઞાન પ્રવાહની મંજુરી આપવા અને પુરતો શૈક્ષણિક સ્ટાફ ચાલુ વર્ષે જ ફાળવવા માટે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત કરીને પોરબંદર જીલ્લા યુવક કાેંગ્રેસે માંગણી કરી છે.
પોરબંદર જીલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઆેના અભાવે વિદ્યાથ}આેએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાને બદલે કોમર્સ અને આર્ટસના પ્રવાહમાં પ્રવેશ મેળવવાનું વધારે પસંદ કરે છે જે ચિંતાનો વિષય છે કારણ કે ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મોટાભાગે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામના આધારે જ મળતો હોય છે. વર્ષ-2012થી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સતત ઘટતું રહ્યું છે. વર્ષ-ર014ની સરખામણીએ આ વર્ષનું પરિણામ ર8 ટકા જેટલું નીચું આવ્éું છે જે દશાર્વે છે કે, દિવસેને દિવસે પોરબંદરમાં શિક્ષણનું સ્તર ખાડે જઇ રહ્યું છે.
વિદ્યાથ}આેને પોરબંદરમાં ઘર આંગણે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઆેમાં સારૂં મળતું ન હોય ન છુટકે ધોરાજી-જુનાગઢ-રાજકોટ કે અન્ય શહેરોમાં અભ્યાસ અથર્ે જવું પડે છે. દરેક વાલીઆે બહારગામ તેમના સંતાનોને ભણાવી શકતા નથી એટલું જ નહી ખાનગી શાળા-હોસ્ટેલોમાં ફી પણ ગરીબ કે મધ્યમવર્ગના વિદ્યાથ}આેને પરવડતી ન હોવા છતાં તેમના સંતાાેનના ઉજજવળ ભવિષ્ય માટે વિદ્યાથ}આેને બહારગામ દેવું કરીને પણ ભણાવવા પડતા હોવાના દાખલાઆે સામે આવી રહ્યા છે જે પોરબંદર માટે શરમની વાત છે.
પોરબંદરમાં ધો. 1ર વિજ્ઞાન પ્ર-વાહના કથડેલા સ્તર માટે રાજય સરકારની ગરીબ અને મધ્યમવર્ગ વિરોધી નીતિને જવાબદાર ઠેરવતાં જણાવ્éું હતું કે, છેલ્લ્ાા ર0 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની રાજય સરકારે વિજ્ઞાન પ્રવાહની એકપણ નવી ગ્રાન્ટેડ કે સરકારી શાળાને મંજુર આપી નથી, જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઆે વર્ષોથી ચાલે છે તેમાં ખાડી પડેલી શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની જગ્યાઆે ભરવાની પણ મંજુરી આપવામાં આવતી નથી. જયારે બીજીતરફ ખાનગી શાળાઆેને આડેધડ મંજુરીઆે આપવામાં આવ્éા બાદ આ શાળાઆેના શિક્ષણનું ગુણવત્તા કે શિક્ષકોની શૈક્ષણિક લાયકાત અંગે તપાસ કરવાનું પણ .સરકારને કયારેય સુઝયું નથી જેને કારણે આ ગંભીર િસ્થતિનું નિમાર્ણ થયું છે જે પોરબંદરના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતાજનક છે. દ્વારકાથી શરૂ કરીને સોમનાથ સુધીના કોસ્ટલ વિસ્તારનું કેન્દ્રસ્થાન પોરબંદર બની રહ્યું છે ત્યારે પોરબંદરના શિક્ષણશાંીઆે, ચુંટાયેલા પદાધિકારીઆે અને રાજય સરકારનો શિક્ષણ વિભાગ જો ગંભીરતા દાખવીને પોરબંદરને વિજ્ઞાન પ્રવાહ સહિતના ઉચ્ચ અભ્éાસક્રમોની કોલેજો તેમજ વિવિધ ફેકલ્ટીઆે ફાળવે તો પોરબંદર પણ શૈક્ષણિક હબ બનવાની પુરતી સંભાવનાઆે રહેલી છે જેનો સીધો લાભ પોરબંદરના સ્થાનિક વિદ્યાથ}આેને ઘરઆંગણે જ મળી શકે તેમ છે તેમ જણાવીને શિક્ષણમંત્રીને પણ આવેદન પાઠવીને વિસ્તૃત રજુઆત કરી તાત્કાલીક બરડા, ઘેડ, રાણાવાવ-કુતિયાણામાં સરકારી કે ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહ શાળાઆેને મંજુરી આપવામાં આવે તેવી માંગ થઇ છે. કેમ કે, પોરબંદર તાલુકામાં વિજ્ઞાન પ્રવાહનું એક સરકારી, એક ગ્રાન્ટેડ અને આઠ ખાનગી શાળા છે જયારે રાણાવાવમાં બે ખાનગી શાળા અને કુતિયાણામાં એકપણ વિજ્ઞાન પ્રવાહની શાળા નહી હોવાથી પોરબંદર જીલ્લાનું કંગાળ પરિણામ આવ્éું હોવાનું જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL