પોરબંદરમાં વિદેશીદારૂની ૩૬ બોટલ સાથે ત્રણ ઝડપાયા

July 17, 2017 at 1:26 pm


પોરબંદરની માધવાણી કોલેજ પાછળ આવેલા કુબેર પીકનીક હાઉસ ખાતે પોલીસે દરોડો પાડીને ૩૬ બોટલ દારૂ સાથે ૩ શખ્સોને પકડી પાડયા છે.
પોરબંદર શહેરથી થોડે દુર અંદરના ભાગે આવેલ કુબેર પીકનીક હાઉસમાં એક ટેનામેન્ટમાં વિદેશીદારૂ ઉતારાયો હોવાની એલસીબીના પીએસઆઇ સંતોકબેન ઓડેદરાને મળેલી માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્ો હતો જેમાં ખારવાવાડના મોટાપજાં પાસે તથા કુબેર પીકનીક હાઉસમાં પણ રહેતા વિરેન માવજી માલમ, ખારવાવાડ સોનીબજારમાં રહેતા જીતેન્દ્ર કાનજી ગીરનારી અને ઝુરીબાગ શેરી ન.ં ૬માં રહેતા હીરેન દિનેશ શેરાજીને પકડીને પોલીસે વિદેશીદારૂની ૩૬ બોટલ સહિત ૧૪૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણે શખ્સોને ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપીને વધુ પુછપરછ હાથ ધરી છે. દારૂ કોણે મંગાવ્યો હતો? કોણે આપ્યો હતો? સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL