પોરબંદરમાં વિદેશીદારૂની 20 બોટલ સાથે યુવાન ઝબ્બે

January 10, 2019 at 7:22 pm


પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશીદારૂની ર0 બોટલ સાથે યુવાનને પકડી પાડયો છે અને તેને આ માલ પુરો પાડનાર શખ્સનું નામ પણ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જીલ્લામાં દારૂની બદી નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પી.આઇ. એચ.એન.ચુડાસમા એલ.સી.બી. સ્ટાફ પેટ્રાેલીગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા તથા હોથીભાઇ મોઢવાડીયાને ચોકકસ હકીકત મળેલ કે, પોરબંદર ભાેંયવાડા શેરી નં. રમાં રહેતો જયેશ ખોડીયાર નામનો વ્યકિત પોતાના રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂનુ વેચાણ કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ (ઇન્ડીયન મેઇડ ફોરેન લીકર) બોટલ નંગ-ર0 કિ. રૂા. 8860 તથા મોબાઇલ ફોન-1 કિ. રૂા. પ000 મળી કુલ કિ.રૂા. 13,660 ના મુદ્દામાલ સાથે આરોપી જયેશ મનસુખભાઇ ખોડીયારત ઉ.વ. 3પ રહે. વોરાવાડ, શેરી નં. ર, પોરબંદર વાળો મળી આવતા તેને પકડી પાડી સદર દારૂ બાબતે પુછતા આ દારૂ જેન્તી કાનજી ભોય રહે. છાંયા પાણીના ટાંકા પાસે પોરબંદર વાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા બન્ને આાેરપી વિરૂધ્ધ કીતિર્મંદિર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

print

Comments

comments

VOTING POLL