પોરબંદરમાં સ્કુલવાહનોના સંચાલકો દ્વારા નિયમોનો ઉલાળીયો

July 31, 2018 at 2:38 pm


પોરબંદર શહેરના મોટાભાગના સ્કુલવાહનોમાં આર.ટી.આે.ના નિયમનો ઉલાળીયો કરીને ક્ષમતાથી વધારે વિદ્યાથ}આેને બેસાડવા સહિત ભયજનક રીતે વાહનો ચલાવવામાં આવતા હોવાથી પોલીસતંત્રને રજુઆત થઇ છે.

પોરબંદર વિશ્વ હિન્દુપરિષદ-બજરંગદળ દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવાયું છે કે,હાલમાં દરેક પ્રાથમિક માધ્યમિક શાળાઆે અને બાલમંદિરોમાં નવા સત્રમાં પ્રવેશ પ્રqક્રયા પુરી થઇ ગયેલ છે તથા શાળાઆે અને બાલમંદિર શરૂ થઇ ગયા છે. સરકારના સક્રીય પ્રયાસો થકી શિક્ષણ મેળવવા માટે મધ્યમવર્ગ/ગરીબ અને વંચિત વર્ગોમાં પણ અને છકોરાઆેને ભણાવવા માટે જાગૃતતા પણ વધી છે. જે ખુબ જ આનંદની વાત છે પરંતુ એટલી જ એની સુરક્ષાની પણ જરૂર છે.ત્યારે હાલમાં જીલ્લા/તાલુકામાં મોટાભાગની ખાનગી શાળાઆેમાં પોતાની ખાનગી ગેસવાળી વેન તથા રીક્ષા અને બસ દ્વારા વિદ્યાથ}આે પોતાની શાળાએ અભ્યાસ કરવા વાલીઆે દ્વારા મોકલવામાં આવે છે. આ પૈકી ઘણા બધા વાહનો (ગેસવાન/રીક્ષા/બસ)માં તેમની ક્ષમતા જે આર.ટી.આે. દ્વારા માન્યતાથી પણ ખુબ જ વધારે પ્રમાણમાં વિÛફાથ}આેને લઇ જવામાં આવે છે અને જે આર.ટી.આે. દ્વારા જે વાહનો ના માન્é ન હોવા છતાં પણ ચલાવવામાં આવે છે. શહેરના રહેણાંક વિસ્તારો અને ગીચ ટ્રાફીક ધરાવતા વિસ્તારોમાંથી આ વાહનો પસાર થાય છે ત્éારે વિદ્યાથ}આેની સુરક્ષાની અવગણના કરી બેફામ સ્પીડથી ચલાવે છે. ટ્રાફીક પોલીસની પણ અવગણના કરી અકસ્માત સજાર્ય તે રીતે બેદરકારીથી વાહનો ચલાવવા વગેરે ભયજનક રીતે વાહનો ચલાવવામાં આવે છે. આ સમસ્યાને અનુલક્ષીને જીલ્લા પોલીસ દ્વારા તથા આર.ટી.આે. દ્વારા યોગ્ય કડક પગલા લઇ તાતકાલીક યોગ્ય કાર્યવાહી કરવા બજરંદળ શહેર વિદ્યાથ} સંયોજક હિેરનભાઇ જોટઃગીયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL