પોરબંદરમાં સ્ટ્રીટલાઈટ ઉપરથી સવિર્સ વાયર કાઢી નખાતા રોષ

September 1, 2018 at 1:50 pm


પોરબંદરમાં સ્ટ્રીટલાઈટ ઉપરથી સવિર્સ વાયર કાઢી નખાતા રોષ જોવા મળ્યો છે. પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપ એલ. મશરૂએ પી.જી.વી.સી.એલ. ને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તાાેરમાં લોકોના ઘરવપરાશના સવિર્સ વાયરો બદલતી વખતે નગરપાલિકાની સ્ટ્રીટલાઈટના વાયરો જે-તે પોલ ઉપરથી કાઢી નાખવામાં આવે છે. જેને કારણે આજુબાજુના રહીશો અંધારામાં દિવસો સુધી રહે છે. એકબાજુ નગરપાલિકાનું તંત્ર લાઈટો મરામતમાં દિવસો કાઢી નાખે છે. પી.જી.વી.સી.એલ. હસ્તકના કર્મચારીઆે અથવા કોન્ટ્રાક્ટર બેઝ આવેલ કર્મચારીને ખાસ સુચના આપી નગરપાલિકાના સવિર્સ વાયરો સ્ટ્રીટલાઈટો ન કાઢે. કારણ કે 10 જેટલા કનેક્શનોમાંથી વાયરો કાઢી નાખતા લોકો સખત હેરાન-પરેશાન થાય છે માટે વહેલી તકે યોગ્ય કરવા માંગણી છે.

print

Comments

comments

VOTING POLL