પોરબંદરમાં ૩૦ કરોડના રોડના નવિનીકરણના કામમાં તગડા ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ

May 18, 2017 at 1:03 pm


પોરબંદરમાં ૪ વર્ષથી ભૂગર્ભગટરના ખોદકામને લીધે મોટાભાગના રસ્તાઓ બિસ્માર છે અને નગરપાલિકાનું તત્રં ૩૦ કરોડના ખર્ચે તેનું નવિનીકરણ કરી રહ્યું છે ત્યારે તેમાં તગડો ભ્રષ્ટ્રાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પત્રકાર પરિષદ યોજીને કેટલાક મહત્વના મુદ્દાઓ રજુ કર્યા હતા તેમજ મિશનસીટી યોજના હેઠળ ભૂગર્ભગટર અને પાણી પુરવઠાના કામોમાં હાઈકોર્ટના સીટીંગ જજનું તપાસપચં બનાવવાની પણ માંગણી કરી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મિશન સીટી યોજના હેઠળ પોરબંદરમાં નજરે ચડે તે પ્રમાણે નબળું બાંધકામ ભૂગર્ભગટર, પીવાના પાણીની પાઇપલાઈન, વિજવાયર ભૂગર્ભ કરવાનું કામ હજુ પૂરા થયા નથી અને તેમાં પણ કહેવાતો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીને ધ્યાને લઈને રસ્તા બનાવવાનું જે કામ થઈ રહ્યું છે તે રસ્તાઓ તો અલ્પજીવી નીવડશે જ પરંતુ પોરબંદરમાં પુરહોનારત સર્જશે અને રસ્તાની બાજુના ઘરો અને દુકાનોમાં દર વર્ષે પાણી ઘૂસી જશે તેવી ચેતવણી પોરબંદરના નાગરિકોએ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સમક્ષ ઉચ્ચારી હતી.
અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર શહેરમાં મિશન સીટી યોજના હેઠળ રોડ રસ્તાઓનું નીરીક્ષણ કરવા માટે પોરબંદર શહેરના સુદામાચોકથી બંગડી બજાર, સુતારવાડા સહિતના વ્યાપારી અને રહેણાંક વિસ્તારમાં ચાલતા ડામર અને સિમેન્ટના રસ્તાના કામનું અને રસ્તાની નીચેની સપાટી, ભૂગર્ભગટરની ચેમ્બર, હાઉસ કનેકશનની ચેમ્બર, તૂટી ગયેલા પાઈપો તથા દુકાનો, ઘર અને ફટપાથ કરતા પણ ઉંચી સપાટી ઉપર આંધળા શાસક દ્રારા બનાવવામાં આવી રહેલા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. નાગરીકો અને વેપારીઓએ રસ્તા ઉપર રોકીને જ જણાવ્યું હતું કે, પોરબંદર શહેરનું ઉત્તમ પ્લાનિંગ પોરબંદરના મહારાણા, નગરપાલિકા અને રાયના પૂર્વ શાસકોએ ઉત્તમ પ્લાનિંગ કરીને નગરપાલિકા અને રાયના પૂર્વ શાસકોએ ઉત્તમ પ્લાનિંગ કરીને નગરપાલિકાએ આખા ગુજરાતમાં ન હોય તેવા સિમેન્ટના મજબુત રસ્તાઓ બનાવ્યા હતા, ઉત્તમ ફટપાથ બનાવી હતી અને ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા રાખી હતી. આઘાતજનક બાબત તો એ છે કે, પોરબંદર નગરપાલિકાના અગાઉના પ્રમાણિક પ્રમુખોએ બનાવેલા સિમેન્ટના રસ્તાો ઉપર બે–ત્રણ રસ્તાઓને બાદ કરતા સિમેન્ટ રસ્તાઓ ઉપર સીધો જ ડામર પાથરીને ખાડાઓ ઢાંકી દેવાય છે. સામાન્ય કડીયા કે મિી ને પણ સમજ પડે કે સિમેન્ટના રસ્તાઓ ઉપર ડામર ચોમાસામાં સીધો જ ઉખડી જાય.
આખી દુનિયામાં શહેરના રસ્તાઓ ફટપાથ કે રસ્તાઓની બાજુમાં આવેલા ઘરના લેવલ કરતા કયારેય ઉંચા બનાવવામાં આવતા નથી. ફટપાથથી રસ્તાઓ નીચા જ રાખવામાં આવે છે જેથી ચોમાસામાં રસ્તાઓ ઉપરથી પાણી વહેણ મારફત નીકળી જાય અને અમુક રસ્તાઓમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની હોય છે. મિશન સીટી યોજનામાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની હોવા છતાં બનાવી નથી. રસ્તાઓ પર ડામર કે કોન્ક્રીટ પાથરતા પહેલા નીચેના રસ્તાઓ સ્ક્રેપ કરવાના હોય છે. સીધા જ કોન્ક્રીટ અને ડામર પાથરતા રસ્તાઓ મકાન અને ફટપાથ કરતા ઉંચા થઈ ગયા છે જેને કારણે વરસાદી પાણી રસ્તાઓ વચ્ચેથી વહેવાના બદલે આપણા ઘર અને દુકાન વચ્ચેથી વહેશે અને આખા પોરબંદરને જળબંબાકાર કરશે.
મોઢવાડીયાની મુલાકાત વખતે સ્થળ ઉપર જ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ રજુઆત કરી હતી કે, મિશન સીટી યોજના હેઠળ ૨૦૧૨ માં શરૂ કરેલી ભૂગર્ભગટરની કામગીરી ૧૮ મહિનામાં પૂર્ણ કરવાની હતી પરંતુ હજી ભૂગર્ભગટરની સાથે ઘરના બાથરૂમ–જાજરૂના હાઉસ કનેકશન આપવાના બાકી છે તેની કામગીરી જ શરૂ થઈ નથી અને કરી શકાય તેમ પણ નથી. કારણ કે ગટરનું પાણી શુદ્ધિકરણ કરવા માટેના પ્લાન્ટના તો હજી ટેન્ડર પણ નથી નીકળ્યા. ગટરના પાણીનો શુદ્ધીકરણ પ્લાન્ટ તથા હાઉસ કનેકશનની કામગીરી પૂર્ણ કરતા હજી અઢી–ત્રણ વર્ષ નીકળી જવાના છે. નાગરિકોએ પ્રશ્ન કર્યેા હતો કે, જો ભૂગર્ભગટર હજી બે–ત્રણ વર્ષ પથી જ શરૂ થવાની હોય તો આખા પોરબંદરને ખોદીને ખાડાનગર કેમ બનાવી દીધું ? ભૂગર્ભગટર કાર્યાન્વીત કરતા પહેલા હાઉસ કનેકશન આપતી વખતે અને ભૂગર્ભ પાઈપલાઈનનું ટેસ્ટીંગ કરતી વખતે ફરીથી રોડમાં ખાડા કરવા પડશે. ભાજપના આંધળા શાસકોએ કોઈ એન્જીનીયરની સલાહ ના લીધી ?
નગરપાલિકાના શાસકો, ભૂગર્ભગટર અને પાણી પુરવઠાનું કામ કરનાર એલ. એન્ડ ટી. સહિતના કોન્ટ્રાકટરોની ભૂમિકા તપાસવા અને ખાસ કરીને નગરપાલિકાના રોડના ટેન્ડરો રાયના રસ્તા અને મકાન વિભાગે બહાર પાડા હોવા છતાં આ ટેન્ડરો ‘રદ’ કરાવીને નગરપાલિકા પાસે ફરીથી મંગાવીને કઈ પ્રકારનું ‘સેટીંગ’ કરવામાં આવ્યું તેની હાઈકોર્ટના સીટીંગ જજ મારફત તપાસ કરાવીને જવાબદારો સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત રસ્તાની ચાલતી વર્તમાન કામગીરીમાં સુધારો કરીને સિમેન્ટના રસ્તાની જગ્યાએ સિમેન્ટ–કોન્ક્રીટના જ રસ્તાઓ બનાવવા, રસ્તાઓની ઉંચાઈ ફટપાથથી નીચી જ રાખવા અને કામગીરીનું સુપરવિઝન કરવા માટે નિષ્ણાતં એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ અને ‘નાગરીક વિજીલન્સ સમિતિ’ બનાવવાની માંગણી કરી હતી. આ બેઠકમાં અર્જુનભાઈ મોઢવાડીયા ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા, વર્તમાન પ્રમુખ જીતુભાઈ આગઠ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખણશી ગોરાણીયા પણ જોડાયા હતા.

print

Comments

comments

VOTING POLL