પોરબંદરમા વીજતંત્રના ૫૦ થી વધુ એન્જીનીયરોનું ‘વર્ક ટુ રૂલ આંદોલન’ શરૂ

March 13, 2018 at 6:14 pm


રાયભરના જી.ઈ.બી. ના એન્જીનીયર્સ એસોસીએશનને અગાઉથી જાહેર કરેલ તેમની વિવિધ માંગણીઓના અનુસંધાને આંદોલનના બીજા તબક્કાના ભાગરૂપે સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી ફરજ બજાવશે અને આ આંદોલન અચોક્કસ મુદ્દતનું હાથ ધરવામાં આવ્યું છે. જી.ઈ.બી. એન્જીનીયર્સ એસો. ની પગારભથ્થા વધારા સુધારણા સહિતની ૩૨ જેટલી મહત્વની માંગણી અંગે સરકાર દ્રારા કોઈ દાદ દેવામાં નહીં આવતા અંતે તબક્કાવાર આંદોલનનો પ્રારભં થઈ ચૂકયો છે. પોરબંદર સર્કલ નીચે આવતા પોરબંદર, બાંટવા, કેશોદ, માંગરોળના ૧૦૦ જેટલા એન્જીનીયરોમાંથી ૫૦ ટકા એટલે કે પૂરા પચાસ એન્જીનીયર્સેા એકલા પોરબંદર વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ પણ આ અચોક્કસ મુદ્દતના બીજા તબક્કાના આંદોલનમાં જોડાઈ જતા ઈમર્જન્સી સેવા સિવાયના કાર્યેા તેઓ હાથ ધરશે નહીં. કોઈ અકસ્માત કે પાવર સપ્લાય બધં રહેવો અને તેમાં જો પ્રજાને ખરેખર પરેશાની થતી હશે તો એન્જીનીયર્સ એસો. એ કરેલા નિર્ણય મુજબ ફરજ પણ બજાવવા તૈયાર રહેશે તેમ જાહેર કર્યું છે.

પોરબંદર સર્કલના પ્રમુખ માળીયાહાટીનાના નવનીતભાઈ ડાંગર, પોરબંદરના પૂર્વ ઝોનલ સર્કલ સેક્રેટરી એન.એચ. પરમાર, ડિવીઝન સેક્રેટરી અશોકભાઈ નંદાણીયા અને કાર્યભાર સંભાળતા એ.ડી. સવાણીના જણાવ્યા મુજબ અચોક્કસ મુદ્દત સુધી અમારૂં આ આંદોલન સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના તમામ વિજઈજનેરોએ શરૂ કરી દીધું છે અને આવતીકાલે તા. ૧૪ મી એ ગાંધીનગર ખાતેની સત્યાગ્રહ છાવણીમાં પણ પોરબંદર સર્કલમાંથી કેટલાક એન્જીનીયર્સેા આંદોલન માટે પહોંચી જશે.
એટલું જ નહીં, પરંતુ જો ૨૧ મી તારીખ સુધીમાં સરકારી રાહે કોઈ વાટાઘાટો કે અમારા મહત્વના ૩૨ પ્રશ્નો અંગે ઉકેલની દિશામાં હકારાત્મક વલણ વિજબોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સરકાર નહીં સ્વીકારે તો ત્યારપછીનો તબક્કો ૨૧ મી તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલનો શરૂ થશે. તેમના જણાવ્યા મુજબ એન્જીનીયર્સ એસો. ના ટેકનિકલ સ્ટાફની સંખ્યા સમગ્ર ગુજરાતના બોર્ડમાં ૩૫ ટકા જ છે, બાકીના સ્ટાફ અલગ–અલગ ફરજ બજાવે છે. હડતાલની નોટીસ પણ નિયમ મુજબ સરકારને મોકલી આપવામાં આવી છે. અને વર્ક ટુ રૂલ મુજબ નિિત મુદત સુધી આજથી આંદોલન વ્યવસ્થિત શરૂ કરી દેવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL