પોરબંદર જન્માષ્ટ્રમીનો લોકમેળો યુટયુબ ઉપર મુકાશે

July 17, 2017 at 1:29 pm


પોરબંદરમાં જન્માષ્ટ્રમીનો લોકમેળો તા. ૧૪૮ થી ૧૯૮ સુધી ચોપાટીના મેળા મેદાનમાં યોજાશે તે અંગેના સુવ્યવસ્થિત આયોજન માટે નગરપાલિકા દ્રારા બેઠકનું આયોજન કરવામાં આવતા પોરબંદરના મેળાને વેશ્ર્વિક બનાવવા માટે યુટયુબ ઉપર દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મેળાના દ્રશ્યો મુકવામાં આવશે.
બેઠક યોજાઇ
સૌરાષ્ટ્ર્રના બીજા ક્રમના મોટા ગણાતાપોરબંદર ચોપાટી મેળા મેદાનના જન્માષ્ટ્રમી લોકમેળામાં વ્વસ્થિત આયોજન થાય તે માટે નગરપાલિકાના તંત્રએ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તે અંતર્ગત નગરપાલિકા કચેરી ખાતે એકઝી. કમીટીના ઇન્ચાર્જ ચેરમેન ભલાભાઇ મૈયારીયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં ચીફ ઓફીસર રૂદ્રેશભાઇ હત્પદડ, સુધરાઇસભ્ય મોહનભાઇ મોઢવાડિયા, ભીમાભાઇ ઓડેદરા, અશોકભાઇ ભાદ્રેચા, સેક્રેટરી માવજીભાઇ જુંગી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકમેળાને વૈશ્ર્વિક બનાવાશે
પોરબંદરમાં લોકેમળાના આયોજન અંગેની બેઠકમાં એવું નકકી કરવામાં આવ્ું હતું કે, પોરબંદરનો મેળો આમ પણ પ્રખ્યાત છે પરંતુ તેને વિશ્ર્વ લેવલે પહોંચાડવા માટે યુટયુબ ઉપર તેનું પ્રસારણ મુકવામાં આવશે અને તે માટે પોરબંદરમાં કોઇ શુટીંગ કરવા ઇચ્છતી પેઢીને અથવા નગરપાલિકા જાતે પણ કામ કરશે અને તેને અપલોડ કરવાની કાર્યવાહી કરશે અને તેના માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે તેવું આયોજન હાથ ધરવાનું નકકી થયું હતું.
સાંસ્કૃતિક કાર્ક્રમમાં સ્થાનિક કલાકારોેને વધુ તક
આ બેઠકમાં એવું પણ નકકી થયું હતું કે, પોરબંદરમાં લોકમેળો યોજાય છે ત્યારે ઘણી વખત બહારના કલાકારો વધુ માત્રામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે પોરબંદરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને વધુ તક આપવામાં આવશે. દેશભકિતના નૃત્યો, ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, કરાટે સહિતના આયોજનોમાં સ્થાનિક કલાકારો રગં જમાવશે. ૧૫મી ઓગષ્ટ્રે દેશભકિતના ગીતો, નૃત્યોની સાથોસાથ ભગવાન કૃષ્ણના જન્મોત્સવને પણ સાંકળીને કાર્યક્રમ રજુ થશે.
લોકલ ચેનલમાં પ્રસારણ
પોરબંદર નગરપાલિકા દ્રારા યોજાનારા છ દિવસીય લોકમેળાનું લોકલ ટીવી ચેનલમાં પણ પ્રસારણ કરવામાં આવશે અને તેના માટે પણ ટેન્ડર બહાર પાડીને નગરપાલિકા મંજુરી આપશે તે લોકલ ચેનલના સંચાલકો પ્રસારણ કરી શકશે.
ખાણીપીણી અને રાઇડઝનું ભાવબંધણું
ખાણીપીણીની ચીજવસ્તુઓનું ભાવબંધણું નકકી કરવામાં આવશે તે ઉપરાંત રાઇડસમાં પણ ચોકકસ ભાવ નકકી કરવામાં આવશે. ગત વર્ષે એવી ફરિયાદ ઉઠવા પામી હતી કે, રાઇડસના સંચાલકો ખુબ ઓછી માત્રામાં ચકકર મરાવતા હતા જેના કારણે લોકોને નુકશાની જતી હતી આથી આ વર્ષે તેવું થાય નહીં એ માટે પણ અગાઉથી જ સુચના અપાશે. તેની સાથોસાથ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં દરરોજ નિયમિત ચેકીંગ, તેની ગુણવત્તા અને ભાવ અંગે પણ તપાસ થશે.
આનંદમેળા માટે ટેન્ડર
પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં જન્માષ્ટ્રમીનો મેળો યોજાશે તેની સાથોસાથ આજુબાજુના મેદાનમાં આનદં મેળા પણ યોજવામાં આવશે જેમાં ઓશીયાનીક બાજુનું મેદાન, હાથીના પુતળાવાળુ મેદાન અને ચોપાટી પાર્ટીપ્લોટવાળુ મેદાન એમ ત્રણ જગ્યાએ આનંદમેળા થશે જેમાં અપસેટ પ્રાઇઝ એક દિવસની ર૦ હજાર રૂપિયા અને કુલ અપસેટ પ્રાઇઝ પાર્ટીપ્લોટ માટે ૩ લાખ રૂપિયા, હાથીના પુતળાના મેદાનવાળી જગ્યાના દિવસના ૧૮ હજાર રૂપિયા અને ટોટલ ર લાખ ૭૦ હજાર રૂપિયા અને ઓશીયાનીક મેદાનમાં ૧ દિવસના ૧ર૦૦૦ રૂપિયા તથા ટોટલ ૯૬ હજાર રૂપિયા નકકી કરવામાં આવ્યા છે. જેમાં ઓશીયાનીક વાળા મેદાનમાં ૮ દિવસ માટે આયોજન નકકી થયું છે જયારે અન્ય બે આનંદમેળા માટે ૧૫ દિવસ સુધી આયોજન થશે.
આમ, પોરબંદર નગરપાલિકાના તત્રં દ્રારા જન્માષ્ટ્રમીના મેળાને સુદ્રઢતાપૂર્વક સંપન્ન બનાવવા આયોજન હાથ ધરાયું છે અને લોકોમાં પણ મેળામાં મ્હાલ્વાનો થગનાગટ અત્યારથી જોવા મળી રહ્યો છે

print

Comments

comments

VOTING POLL