પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 3 વાહનચાલકો ઝડપાયા

January 10, 2019 at 7:26 pm


પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 3 વાહનચાલકોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરના કડીયાપ્લોટ, કામદાર ચોક વિસ્તારમાં રહેતો દિપક ગોરધન જોષી ડ્રાઈવીગ લાયસન્સ વગર તેમજ નશો કરેલી હાલતમાં પ્યાગો રીક્ષા ચલાવતો નવા જ્યુબેલી પુલના છેેડેથી નીકળ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. કડીયાપ્લોટમાં રહેતો વિશાલ પ્રવિણભાઈ કાછેલા નામનો યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં નરસંગ ટેકરીથી સાંઇબાબાના મંદિરવાળી ગલીમાં ડીઆે મોટરસાયકલ લઈને પસાર થતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દીવરાણાધાર ગામે રહેતો મનોજ પુનાભાઈ પરમાર પણ પીધેલી હાલતમાં પોતાનું બજાજ ડિસ્ક્વર મોટરસાયકલ ચલાવતો કુતિયાણામાંથી ઝડપાઈ ગયો હતો.

print

Comments

comments

VOTING POLL