પોરબંદર જીલ્લાના ખેડૂતોની દેવામાફી સહિત પ્રશ્નો અંગે રજુઆત

September 6, 2018 at 2:24 pm


પોરબંદર જીલ્લાના ખેડૂતોની દેવામાફી સહિત પ્રશ્નો અંગે રજુઆત કરીને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્éું હતું.પોરબંદર શહેર જીલ્લા કાેંગી પ્રમુખો નાથાભાઇ ભુરાભાઇ આેડેદરા અને પરિમલભાઇ ઠકરાર સહિત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્éું હતું કે, પોરબંદર સહિત રાજયમાં ખેડૂતોની િસ્થતિ કથળી રહી છે તેના માટે ખેડૂત વિરોધી ભાજપ સરકાર કારણભૂત છે. તેઆેએ ખેડૂતોના દેવા માફી, ખાતરપરના વેરાની નાબુદી, ખેતીની પુરતી સુવિદ્યાઆે જેવી કે, પાણી, વિજળી આપવા, ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવી, પાક વિમાની સમયસર ચુકવણી કરવી, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી, ખેડૂતો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો રજુ થાય ત્યારે પોલીસ દ્વારા થતો અત્યાચાર થતો બંધ કરાવવો, ખેતીની જમીન ઘટી છે, ખેડૂતોની સંખ્યા ઘટી છે તેથી તે દિશામાં યોગ્ય આયોજન કરવું, ગૌચરની જમીન મફતના ભાવે વહેેંચી મારવાના બદલે પશુઆે માટે અનામત રાખવી, કૃષિમેળાના નામે સ્વપ્રસિધ્ધી મેળા બંધ કરાવવા તથા જમીન માપણીના નામે ખેડૂતોને ખોટો અન્યાય થતો હોવાથી 90 ટકા ખેડૂતોની જમીનને નુકશાન થયું હોવાથી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને રજુઆત કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL