પોરબંદર જીલ્લામાં 13 જગ્યાએથી 60 બાજીગરો ઝડપાયા

August 27, 2018 at 2:33 pm


પોરબંદર જીલ્લામાં શ્રાવણીયો જુગાર રમી રહેલા 60 બાજીગરોને 13 અલગ-અલગ જગ્યાએથી દરોડા પાડીને પોલીસે ઝડપી લઇ સવાલાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોરબંદરમાં દરોડા

પોરબંદરના કીતિર્મંદિર પાછળ જુગાર રમતા અને રામમંદિર પાસે રહેતા દેવ ઉર્ફે દેવડા ખીમજી ગોહેલ, જીતુ ઉર્ફે ભજની ગગજી ગોહેલ, ખારવાવાડ પંચહાટડીના સુરેશ ઉર્ફે સુરીયો લાલજી ભાદ્રેચા, સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટવાળી ગલીમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ પઢુ પાંજરી, ખારવાવાડના લાખાણી ફળીયામાં રહેતા હીતેશ ઉર્ફે હીતો રામજી કુહાડા અને ખારવાવાડના લંકેશ્વર મંદિર પાસે રહેતો સામત અરભમ ભુતિયાને પોલીસે પકડીને 18900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે ઉપરાંત પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 6માં રહેતા પરસોતમ ગોવિંદ વાળાના મકાન સામે જાહેરમાં જુગાર રમાઇ રહ્યાે હતો ત્યારે પોલીસે દરોડો પાડી પરસોતમ ઉપરાંત એ જ વિસ્તારના ગીરધર ઉર્ફે કાલુ ખીમજી જેઠવા, વાિલ્મકીવાસના મહેશ ભીમજી જેઠવા, કડીયાપ્લોટ શેરી નં. 6ના મહેશ રામજી ઢાંકેચા, મુળ મજેઠી તથા હાલ કડીયાપલોટમાં રહેતા ભાવેશ કારા રાઠોડ, કડીયાપ્લોટના લલીત રવજી જેઠવા, હીરા કાના હરખાણી, ઝુપડપટ્ટીમાં રહેતા રામજી ભીખુ ઢાંકેચા તથા કડીયાપ્લોટ શેરી નં. 6માં રહેતા જશુબેન રોહીત વાઘેલાને જાહેરમાં જુગાર રમતા પકડીને કુલ રૂા. 10160નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોરબંદરના નગીનદાસ મોદીપ્લોટમાં શેરી નં. ર માં મકાનના આેટલા ઉપર જુગાર રમી રહેલા ઉમેશ ઉર્ફે ગાંધી રસીક ટીમાણીયા, કીરણ ઉર્ફે પપ્પુ દિનેશ જેઠવા, અને રોકડીયા હનુમાન મંદિર નજીક રામાપીરના દુવારા પાસે રહેતા નિતિન ઉર્ફે નિખો રવજી હરખાણીને પકડીને ર390નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ખાપટમાં દરોડો

પોરબંદરના ખાપટ ગામે મેડીકલની પાછળની ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા અને જયુબેલી ચામુંડાપાર્કમાં રહેતા સંદીપ માધવદાસ ગાેંડલીયા, જયુબેલી ગુરૂકુળ ગેઇટ પાસે રહેતા હાજા ઝાંઝા ટીબા અને જયુબેલી નિલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા મનીશ હીરાગર ગોસાઇને પકડીને 1040ની રોકડ તથા 4500ના બે મોબાઇલ સહિત કુલ રૂા. પપ40ના મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

ટુકડા ગામે દરોડો

ટુકડા ગામે ખોડીયાર મંદિર પાસે કુંભાણી ફળીયામાં જુગાર રમી રહેલા ટુકડાના દેવા માત્રા આેડેદરા, હમીર છગન કારાવદરા, ભેટકડીના મુંજા દુદા આેડેદરા, ભોગાતના ભોવાનગર દેવગર રામદતી અને કલ્યાણપુર નજીક ગાંગડી ગામના પુરણગર રામગર મેઘનાથીને પકડીને 15080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાતા ગામે દરોડો

પાતા ગામે આરોગ્ય કેન્દ્ર પાસે રોડ ઉપર જુગાર રમી રહેલા નાગા હાથીયા કડછા, વેજા રામા મોકરીયા, મેરૂ ભીખા મોકરીયા તથા માધવપુરના કેશુ માલદે વદીરને 46પ0ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જયારે દરોડા દરમિયાન પાતાનો સંજય અરજન મોકરીયા, સવદાસ રામા ઉર્ફે લીલા મોકરીયા, ભુરા સરમણ મોકરીયા અને સરમણ મેરૂ મોકરીયા નાશી છુટતા તેઆેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

માધવપુરમાં દરોડો

માધવપુર ગામે ચામુંડાટીબા વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા કરશન નારણ ભુવા, બાલુ દેવશી ભુવા, માલદે હાજા ભુવા, ડાયા મીઠા માવદીયા, ભીખા રામદે ભુવા અને વશરામ ડાયા ભુવાને પકડીને 35ર0નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

માધવપુરની જયોત સીમ વિસ્તારમાં રોડ ઉપર જુગાર રમી રહેલા કીતિર્ભાઇ ભરત માવદીયા, અરજન ગોવિંદ ભુવા, દેવશી હરદાસ વાજા, પ્રવિણ નાગજી વારા અને રામ પરબત વાજા ને પકડી 1ર450નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્éાે હતો.

ગરેજ ગામે દરોડો

ગરેજ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા અરજણ આતા આેડેદરા, મેરૂ હરદાસ ચૌહાણ, કારા લીલા આેડેદરા, રામા કારા કડછા, કેશુ રાજશી ગરેજાને પકડીને 7690નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મહોબતપરામાં દરોડો

મહોબતપરા ગામે નવાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા પરબત ભીમા ભારાઇ, સામત ગોવા કોડીયાતર, હયાત અજીત કાઠી, કાના કુવાના મુન્ના ભીખુ ચુડાસમા, ધીરૂનાથ દેવનાથ ચુડાસમા, કલ્યાણપુરના માલદે હીરા વાઘેલાને પકડીને 13350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે મહોબતપરાનો કીશોર મોહન મકવાણા નાસી ગયો હતો.

કુતિયાણામાં દરોડો

કુતિયાણાના ભાદરઝાપામાં રહેતા અનિલ ઉફે પીપુ વૃજલાલ રૂપારેલીયા નામના વૃધ્ધને વરલી મટકાના આંકડા, સાહિત્ય સહિત 1ર60ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્éાે હતો.

સોઢાણામાં દરોડો

સોઢાણા ગામે સ્મશાનની પાસે બાવળની કાટમાં જુગાર રમી રહેલા હરીશ જીવા ખરા, માધા જીવા ચાંડપા અને કરશન અરશી ખરાને પકડીને 10પ40નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બગવદરમાં દરોડો

બગવદર દેવીપુજકવાસમાં આંગણવાડીની પાસે જુગાર રમી રહેલા રૈયા ટપુ મકવાણા, મેહુલ રમેશ ભાવડીયા, શામજી ટપુ મકવાણા અને પ્રભુ મુરૂ ચુડાસમાને પકડીને 11190નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL