પોરબંદર પંથકમાં ડુંગળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલુ

March 13, 2018 at 6:10 pm


પોરબંદર પંથકમાં ડુંગળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલુ છે તો બીજી બાજુ ૧૫ દિવસમાં ત્રીજા ભાગનો ભાવ થઈ જતા ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે.
કિશાન સમિતિના પ્રતાપભાઈ ઓઘડભાઈ ખિસ્તરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર પંથકમાં ખેડૂતોની વાડીઓમાં ડુંગળી ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. ૧૫ દિવસ પહેલા ડુંગળીના ભાવ ૩૦૦ રૂપીયા હતા, યારે અત્યારે ડુંગળીનું ઉત્પાદન તૈયાર થઈ ગયા બાદ હાલ ૯૦ થી ૧૦૦ રૂપીયા ભાવ થઈ ગયો છે. ખેડૂતોએ મોટી આશાએ ડુંગળી વાવી હતી અને ૧ વીઘે ૧૭ હજારનો ઉત્પાદનનો ખર્ચ થયો હતો તેમને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
ગયા સાલ યારે માર્કેટમાં ડુંગળીના ભાવ ૨૦ કિલોના ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપીયા થયેલ ત્યારે રાયસરકારે ૭૫૦ રૂપીયાની ડુંગળી આયાત કરેલ. યારે ખેડૂતો ઘર આંગણે ડુંગળી પકાવે તો પણ તેવી કોઈ નીતિ સરકારે બનાવી નથી કે ખેડૂતોને નુકસાની ભોગવવી ન પડે. માટે ધરતીપુત્રો બાપડા, બીચારા અને લાચાર જ રહેવાનો એમાં બે મત નથી. તેથી ખેડૂતો માટે નક્કર નીતિ બનાવવા માટે તેમણે રજુઆત કરી છે

print

Comments

comments

VOTING POLL