પોરબંદર માર્કેટીગ યાર્ડ સામે ટ્રકે રીક્ષાને ઠોકર મારતા પાંચ ઘાયલ

August 25, 2018 at 2:36 pm


પોરબંદર માર્કેટીગ યાર્ડ સામે ટ્રકે રીક્ષાને ઠોકર મારતા પાંચ ઘાયલ થયા હતા જે પૈકી એક મહીલાની િસ્થતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વિગત એવી છે કે, પોરબંદરના કેટલાક યાત્રાળુઆે પાવાગઢની યાત્રાએ બસમાં ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ સવારે જયુબેલીથી નરસંગ ટેકરી તરફ જવા માટે તેઆેએ રીક્ષા ભાડે કરી હતી. છાંયાના મહેશ અરજન સાદીયા નામના રીક્ષાચાલકે આ તમામ 1ર મુસાફરો જેમાં પાંચ બાળકો અને સાત મહીલાઆેનો સમાવેશ થાય છે તેઆેને રીક્ષામાં બેસાડયા હતા અને નરસંગ ટેકરી તરફ જતા હતા ત્યારે માર્કેટીગ યાર્ડ સામે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે રીક્ષાને ડબલ ઠોકર મારી હતી તેથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી જેમાં રીક્ષાચાલક મહેશ ઉપરાંત જયુબેલીના ઉષાબેન કેશુભાઇ ચુડાસમા ઉ.વ. ર0, શિવાની દિલીપ ચુડાસમા ઉ.વ. 6, રંભાબેન દિલીપ ચુડાસમા ઉ.વ. 3ર તથા અડવાણાના ભારતીબેન બાલુ મકવાણા ઉ.વ. રપ ને ઇજાઆે થતાં સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્éા છે જે પૈકી ઉષાબેન ચુડાસમાની િસ્થતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ત્યાં જ ટ્રક રેઢો મુકીને નાશી છુટયો હતો. આ ટ્રકમાં સિમેન્ટના વિજપોલ ભરેલા હોવાનું જાણવા મળ્યું છે.

print

Comments

comments

VOTING POLL