પોરબંદર યુવા ભાજપમાં જુદા-જુદા હોદેદારોની વરણી
પોરબંદર યુવા ભાજપમાં જુદા-જુદા હોદેદારોની વરણી થઇ છે જેમાં પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરતા કાર્યકતાર્આેને વિવિધ જવાબદારી સાેંપવામાં આવી છે.
જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરાએ જણાવ્યું હતું કે, પોરબંદર યુવા ભાજપને વધુ મજબુત અને સંકલિત અને દરેક ક્ષેત્રે અગ્રેસર કરવા માટે ઘણા સમયથી પાર્ટી સાથે વફાદારીપૂર્વક કાર્યકતાર્આેને ધ્યાનમ)ં અને એની નાેંધ લઇને વિવિધ જવાબદારી આપાવમાં આવી છે જેની અંદરમાં જીલ્લા યુવા ભાજપમાં મંત્રી તરીકે નીરજ મોઢા, આઇટી અને સોશ્યલ મીડીયાના સેલના કન્વીનર તરીકે મેહુલ થાનકી, યુવા બુથ સૈનિકમાં પ્રશાંતભાઇ વાઘેલા, મીડીયાસેલમાં દેવેનભાઇ નિમાવત, રોજગાર સેલની અંદરમાં કિશનભાઇ ગોસ્વામી, પ્રશિક્ષણ સેલમાં કિરણભાઇ ચુડાસમા, રચનાત્મક સેલમાં રવિભાઇ કિશોર, યુવા આંત્રપ્રિન્યાેર સેલમાં જય પંડયા, કેન્દ્ર અને રાજય સરકારની યોજના સેલમાં રાજ પોપટની નિમણુંક કરવામાં આવી હતી. દરેક નવા હોદેદારોએ પક્ષનો આભાર માન્યાે હતો અને આગામી કાર્યક્રમોમાં પક્ષના આદેશ મુજબ પુરી નિષ્ઠાથી કાર્યો કરવાની તૈયારી બતાવી છે.