પોરબંદર વિધાનસભાની સીટમાં ભાજપની વિજયયાત્રા સરળ કે કાેંગ્રેસનો પંજો નડશેં!

September 29, 2017 at 6:17 pm


ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની વિધાનસભાની સીટની ચૂંટણી ખરાખરીનો જંગ અત્યારથી એટલા માટે ગણાવાઈ રહી છે કે ગત ચૂંટણી બાદથી ભાજપના શાસનમાં પાંચ હજાર કરોડ રૂપીયાના વિકાસકામોનો સરકાર દાવો કરે છે તો બીજી બાજુ વિપક્ષ કાેંગ્રેસ આ સરકારી યોજનાઆેમાં મોટાભાગે કામ નબળું થયાના, સમયસર પૂર્ણ નહી થયાના આક્ષેપો સાથે ચૂંટણી લડવાની છે ત્યારે પોરબંદર વિધાનસભાની સીટમાં ભાજપની વિજયયાત્રા સરળ ં કે કાેંગ્રેસનો પંજો નડશે ં! તેવો સવાલ સ્પષ્ટ ઉભો થયો છે.
ગુજરાત વિધાનસભાની સંભવતઃ ડિસેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં પોરબંદરની બેઠક જીતવા માટે ભાજપ અને કાેંગ્રેસ બન્ને પક્ષો જોરદાર તૈયારી અત્યારથી કરી રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય અને કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયાના શાસન દરમિયાન પાંચ હજાર કરોડ રૂપીયાથી વધુના વિકાસકામો જિલ્લાભરમાં થયાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં બાબુભાઈને વિજેતા બનાવવા માટે ખુદ નરેન્દ્ર મોદી પોરબંદર આવ્યા હતા અને સુદામાચોકમાં યોજાયેલી સભામાં પ્રજાજનોને ”તમે ઉમેદવારને જોઈને નહી, મને જોઈને મત આપજો” કહીને ભાષણ કર્યું હતું અને પોરબંદરની જનતાએ પણ બાબુભાઈ બોખીરીયાને 17,146 મતોથી વિજેતા બનાવી દીધા હતા અને કાેંગ્રેસના અજુર્નભાઈ મોઢવાડીયાની કારમી હાર થઈ હતી.
ભાજપનો જીતનો દાવો

તાજેતરમાં જ પ્રદેશમાંથી ભાજપના હોદ્દેદારો સેન્સ લેવા માટે આવ્યા ત્યારે સવાર્નુમતે સૌએ એકસુર ઉઠાવીને કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયાને જ ટિકીટ ફાળવવી જોઈએ તેવી જોરદાર રજુઆત કરી હતી તેથી પોરબંદરમાં ધારાસભાની આગામી ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયાને જ ટિકીટ ભાજપ આપે અને રીપીટ કરે તેવી શક્યતાઆે જણાઈ રહી છે ત્યારે ભાજપના આગેવાનો એવું જણાવી રહ્યા છે કે ભાજપના શાસનમાં અત્યારસુધીમાં સૌથી વધુ વિકાસકામો બાબુભાઈએ કરાવ્યા છે. શહેર જ નહી, ગામડે-ગામડે અનેક સુવિધાઆે પૂરી પાડીને અંદાજે 5,000 કરોડથી વધુ રકમના વિકાસકામો થયા છે. તેમણે જણાવ્યું હતું કે, 1850 કરોડના ખર્ચે નેશનલ હાઈવે, 668 કરોડના ખર્ચે સ્થાનિક રોડ, દૂધસંઘ દ્વારા શ્વેતક્રાંતિ ઉપરાંત સીમેન્ટ રોડના કામ, પાણી પુરવઠાના કામ, બાગબગીચા સહિત શિક્ષણના વિકાસ અને મત્સ્યોદ્યાેગને લગતા વિકાસકામો, સૌરાષ્ટ્રની પ્રથમ કલ} રિવરફ્રન્ટ યોજના, કૃષિક્ષેત્રે કરોડો રૂપીયાની કામગીરી, 1000 કરોડના ખર્ચે ધરમપુરમાં ગીર ગાય અભ્યારÎય જેવી કરોડો રૂપીયાની યોજનાઆે મંજુર કરાવી છે અને અમલમાં પણ મૂકવામાં આવી છે. અનેક વિકાસકામો ધમધમી રહ્યા છે તેથી પોરબંદરની વિધાનસભાની સીટ ભાજપ માટે જીતવી અત્યંત સરળ બની રહેશે તેવું ભાજપના આગેવાનો જણાવી રહ્યા છે.

કાેંગ્રેસનો જીતનો દાવો
ગત ચૂંટણીમાં કાેંગ્રેસના ઉમેદવાર અજુર્નભાઈ મોઢવાડીયા હારી ગયા હતા અને આગામી ચૂંટણીમાં પણ તેમનો કોઈ વિકલ્પ ટિકીટ માટે જણાતો નહી હોવાથી કાેંગ્રેસ તેમને જ ટિકીટ ફાળવે તેવી પ્રબળ શક્યતા વચ્ચે કાેંગ્રેસે જીતનો દાવો એટલા માટે કર્યો છે કે, ભાજપના સત્તાધીશોએ છેલ્લા સાડા ચાર વર્ષમાં વિકાસની વાતો જ કરી છે. માચ્છીમારોની સમસ્યાઆે ઠેરની ઠેર છે. સાગરખેડૂઆેને સુકી મચ્છીમાં જી.એસ.ટી. લાગુ પાડવો, નાની હોડીને કેરોસીનનો પ્રñ, ડ્રેજીંગ સહિત પાક કબ્જાની બોટો છોડાવવા પ્રñે લોલીપોપ આપવાની સરકારની નીતિ સામે ખારવાસમાજમાં ભારે આક્રાેશ જોવા મળે છે તો બીજી બાજુ સરકારે 900 રૂપીયે મગફળીની ખરીદી કરવાનું જાહેર કર્યું છે પણ ગત વર્ષના ગોડાઉન હજી ભરેલા જ છે તેથી આવા સંજોગોમાં સરકારનો આ દાવો હાસ્યાસ્પદ છે. પોરબંદર કાેંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, નોટબંધી અને જી.એસ.ટી. ના કારણે વેપારીઆેનો મરો થઈ ગયો છે, નવા ઉદ્યાેગો આવતા નથી અને હાલમાં જે ઉદ્યાેગો છે તેમાં પરપ્રાંતિયોને કામ અપાતું હોવાથી સ્થાનિક કક્ષાએ બેરોજગારીની સમસ્યા ગંભીર બની છે. પોરબંદર ને કાગળ ઉપર 100 ટકા શૌચાલયયુક્ત જાહેર કરી દીધો છે પરંતુ છાયા નગરપાલિકાની હદમાં 4 દંગાઆેમાં 3 હજારથી વધુ લોકોને જાહેરમાં શૌચqક્રયા કરવી પડે છે તે ઉપરાંત ભૂગર્ભગટરનું આડેધડ ખોદકામ, ગરીબો માટે બનેલા 2448 મકાનોમાં લોટ, પાણી અને લાકડા જેવું કામ સહિત અનેક એવી સમસ્યાઆે છે કે જેને કારણે પ્રજાજનો હવે ભાજપથી વિમુખ અને વિરોધી બની ગયા છે તેથી પોરબંદરમાં ભાજપનું શાસન કોઈ કાળે આવશે નહી તેવું કાેંગ્રેસના આગેવાનો છાતી ઠોકીને કહી રહ્યા છે. આમ, પોરબંદરમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળ રહેશે ં પંજાને કચડી શકશે કે પછી પંજો ભાજપના કમળને કચડીને વિજેતા બનશે ં તેવો સવાલ મતદારોના મગજમાં છુપાયેલો છે.

ત્રીજા મોરચાનું અસ્તિત્વ જ નથી
પોરબંદરમાં વર્ષોથી એવી પરીિસ્થતી છે કે, ત્રીજા મોરચાનું જ અસ્તિત્વ નથી. ભાજપ અને કાેંગ્રેસ બે જ પક્ષો વચ્ચે ચૂંટણીજંગ મહત્વનો બને છે. અપક્ષો ઉભે છે પરંતુ તેનું કાંઈ મહત્વ હોતું નથી. હાલમાં ગુજરાતમાં ત્રીજો મોરચો શંકરસિંહ વાઘેલાનો ઉપરાંત આે.બી.સી. ના અલ્પેશ ઠાકોરનો સંભળાઈ રહ્યાે છે તો પાટીદારા પણ હાદિર્ક પટેલના નેતૃત્વમાં નવાજુની કરે તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોરબંદરની પરીિસ્થતી એ બધાથી અલગ છે અને અહીયાના લોકોએ ક્યારેય ત્રીજો મોરચો સ્વીકાર્યો નથી અને સ્વીકારશે પણ નહી.

છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામ
પોરબંદર ધારાસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામના આંકડા જોઈએ તો 1995 માં બાબુભાઈ બોખીરીયાનો 12,391 મતે વિજય થયો હતો તેમની સામે કાેંગ્રેસના શશીકાંતભાઈ લાખાણી હાર્યા હતા. ત્યારબાદ 1998 માં બાબુભાઈ બોખીરીયાનો 23,640 મતે વિજય થયો હતો અને તેમની સામે રાજપાના હિરાલાલ શિયાળ બીજા ક્રમે જ્યારે કાેંગ્રેસના અજુર્નભાઈ મોઢવાડીયા ત્રીજા ક્રમે રહ્યા હતા. 2002 ની સાલમાં અજુર્નભાઈ મોઢવાડીયાનો 4,400 મતે વિજય થયો હતો તેમણે બાબુભાઈ બોખીરીયાને હરાવીને અપસેટ સજ્ર્યો હતો ત્યારબાદ 2007 ની ચૂંટણીમાં પણ કાેંગ્રેસના અજુર્નભાઈ મોઢવાડીયાએ ભાજપના શાંતાબેન ભરતભાઈ આેડેદરાને 9,639 મતે પરાજય આપ્યો હતો. 2012 ની ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયા ફરી વિજેતા બન્યા હતા અને તેમણે અજુર્નભાઈ મોઢવાડીયાને 17,146 મતે હરાવ્યા હતા.

પોરબંદરમાં મતદારોનું જ્ઞાતિવાઈઝ વર્ગીકરણ
પોરબંદરમાં મતદારોનું જ્ઞાતિવાઈઝ વર્ગીકરણ કરીએ તો સૌથી વધુ મતદારો મહેર જ્ઞાતિના 67,077 છે, બીજા ક્રમે બ્રાûણો 30,405 છે, ત્રીજા ક્રમે ખારવા 27,216 છે ત્યારબાદ દલિત 17,775, લોહાણા 17,565, કોળી 12,358, મુિસ્લમ 11,268, રબારી 10,632, કુંભાર 8217, બાવાજી 5912, દરબાર 3768, સોની 2534, સિંધી 2000 અને અન્ય 17,490 મળી કુલ 2,37,011 મતદારો નાેંધાયા છે.

print

Comments

comments

VOTING POLL