પોરબંદર સૌરાષ્ટ્ર્ર કેમીકલ્સ નિરમા ફેકટરીના કામદારોના પગારવધારાના પ્રશ્નનો સુખદ ઉકેલ

February 17, 2017 at 1:41 pm


પોરબંદરમાં સોડાએશ ઉત્પન્ન કરતી અને દેશની જાણીતી નિરમા કંપનીએ જેનું મેનેજમેન્ટ સંભાળ્યું છે તે સૌરાષ્ટ્ર્ર કેમીકલ્સ નિરમા (બિરલા) કંપનીમાં કામ કરતા અંદાજે ૬૦૦ કામદારો જેમાં કોન્ટ્રાકટરના માણસોનો પણ સમાવેશ થાય છે તેમને કંપની સાથે થયેલા કરાર મુજબ પાંચ વર્ષ માટે રૂા. ૫૬૨૫ જેવો પગારવધારો તબક્કાવાર મળતો રહેશે.
સૌરાષ્ટ્ર્ર કેમીકલ્સ નિરમા (બિરલા) કામદાર સમિતિના સભ્યો જનકસિંહ કે. જાડેજાના નેતૃત્વ નીચે અમદાવાદ હેડ ઓફિસમાં આ અંગે ખાસ મીટીંગનું આયોજન થયું હતું. કંપની વતી અધિકારી અખિલ મહેશ્ર્વરીજી સહિત અનિલ ભાર્ગવજી, અજયકુમાર ભુાણીજી, મૌલિક પારેખ વગેરે સાથે ચર્ચાઓ પછી જ કંપનીના અધિકારીઓએ પણ કામદારો તરફી ઉદાર વલણ અપનાવીને તા. ૧૪૧૪ થી તા. ૩૧૧૨૨૦૧૮ સુધીના સમયગાળા એટલે કે પાંચ વર્ષ માટે રૂા. ૫,૬૨૫ માતબર રકમ કે જે પાછલા પગારવધારાની તુલનાએ ૧૦૦ ટકા જેટલો પગારવધારો કહી શકાય તેવા કરાર કરવામાં આવ્યા હતા. કંપની તરફથી કામદાર તરફી ઉદારનીતિને કારણે જ સુખદ સમાધાન શકય બન્યું છે અને કામદાર પરિવારોની સાથોસાથ શહેરના વેપારીઓ પણ આર્થિક રીતે આ પગારવધારો પણ વેપાર–ધંધામાં ફરતો થશે તેમ સમજીને આનંદની લાગણી વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર્ર કેમીલ્સ નિરમા (બિરલા) ના અન્ય એક યુનિયન કર્મચારી મંડળના સલાહકાર રામદેવભાઈ મોઢવાડીયાએ પણ કંપનીના ૬૦૦ તમામ કામદારો (કોન્ટ્રાકટર સહિત)ની સાથે છેલ્લા ૩ વર્ષથી પગારવધારા અંગે ચાલતી વાટાઘાટોનો કંપનીના ઉચ્ચ અધિકારી અખિલ મહેશ્ર્વરીજીએ સહયોગનો સથવારો આપીને ઐતિહાસિક રીતે ઉકેલ લાવવા બદલ આવકાર આપ્યો હતો. સૌરાષ્ટ્ર્ર કેમીકલ્સ નિરમા ગૃપે સંભાળી લીધા પછી કરોડો રૂપીયા તેના મોર્ડનાઈઝેશન પાછળ ઉપયોગ કરીને ઉત્પાદન કવોલીટી પ્રત્યે સતત ધ્યાન આપવામાં વાઈસ પ્રેસિડેન્ટ જી.જે. અદ્રોજા સહિત કંપનીના અન્ય એન્જીનીયરો દ્રારા પણ વ્યસ્થિત કામ કરતા કામદારો પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને કંપનીને વધુને વધુ આગળ ધપાવવામાં આવી રહી છે

print

Comments

comments

VOTING POLL