પોરસ રાજાને એલેકસઝેન્ડર સામે લડવા તાલીમ આપનાર ગુરૂની ભૂમિકામાં કોડીનારનો યુવાન

December 21, 2017 at 5:18 pm


કોડીનારનાં ચિરાગ જાની છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ-ટેલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં ચમકી પોતાના અભિનય થકી ઠંકો વગાડી સફળતાના શિખરો સર કરી રહ્યા હોય કોડીનારનું નામ દેશભરમાં સર કરી રહ્યા હોય કોડીનારનું નામ દેશભરમાં રોશન કરી ગૌરવ અપાવી રહ્યા છે.
સાઉથની ફિલ્મમાં પોતાના અલગ દેખાવ અને અભિનય ક્ષમતાનાં કારણે પોતાની આગવી આેળખ ઉભી કરનાર કોડીનારના એકટર ચિરાગ જાનીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલી ઐતિહાસિક સિરિયલ ‘પોરસ’માં પોરસ રાજાને તાલીમ આપી એલેકઝેન્ડર સાથે લડવા માટે સક્ષમ બનવાની તાલીમ આપતા હસ્યુ રાજાના પાત્રમાં જોવા મળશે.
પોતાના પાત્ર વિશે વધુ જણાવતા ચિરાગ જાનીએ જણાવ્યું હતું કે, દાસ્યુ પરિવારમાં મારા ઉપરાંત રાણી તરીકે શ્રધ્ધા મુશબે અને પુત્રી તરીકે સુહાની થાનકીની મુખ્ય ભૂમિકામાં લક્ષ લાલવાણી ઉપરાંત રતિ પાંડે, પરનીત ભાટ વગેરે જોવા મળશે. ચિરાગ જાનીએ પોતાના હસ્યુ રાજાના પાત્ર માટે ઘોડેસવારી અને તલવારબાજીની ખાસ તાલીમ લીધી છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ચિરાગ જાની અભિનીત સાઉથ ફિલ્મ ‘રૌગ’ સુપરહિટ થઈ ચુકી છે. ‘રૌગ’ ફિલ્મના ડાયરેકટર પુરી જગન્નાથ ‘બુઢા હોગા તેરા બાપ’માં અમિતાભ બચ્ચનને અને ‘વોન્ટેડ’ ફિલ્મમકાં સલમાનખાનને ડિરેકટ કરી ચુકયા છે. આ ઉપરાંત તમિલ ફિલ્મ ‘ઉન કાધલ ઈરૂથલ’ રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં ચિરાગ જાની વિલનનાં રોલમાં જોવા મળશે.
આ ઉપરાંત બોલિવૂડની બે ફિલ્મો ‘યહા અમીના બિકતી હૈ’ અને ‘ધ ટ્રેપ’ આ વર્ષે રિલીઝ થશે. યહા અમીના બિકતી હૈ ફિલ્મનું દિગ્દર્શન આેસ્કાર નોમીનેટેડ ડિરેકટર કુમાર રામે કર્યું છે. આ ફિલ્મમાં ચિરાગ જાની વિલનની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જયારે ‘કામસુત્ર 3ડી’ જેવી વિવાદાસ્પદ ફિલ્મના ડિરેકટર રૂપેશ પૌલ ડાયરેકટ ફિલ્મ ‘ધ ટ્રેપ’માં ચિરાગ જાની મેઈન લીડ એકટર તરીકે જોવા મળશે. કોડીનારનું નામ પોતાના અભિનય થકી સમગ્ર ભારતભરમાં મશહુર કરનાર કોડીનારનાં ગૌરવ સમાન એકટર ચિરાગ જાની આ વર્ષે ગુજરાતની ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પણ પદાર્પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ચિરાગ જાની સાવધાન ઈન્ડિયા, સીઆઈડી, સુપર કીટસ જેવા ટીવી શો અને અનેક સાઉથ ફિલ્મોમાં અભિનયનાં આેજસ પાથરી ચુકયા છે. આ ઉપરાંત ચિરાગ જાની પોતાના હોમ ટાઉન કોડીનાર માટે કંઈક કરવા માગતા હોય, કોડીનારનાં યુવાનોને એકટીગમાં કારકિદ} બનાવવા યોગ્ય માર્ગદર્શન મળે તેવા પ્રયત્નો ચિરાગ જાની દ્વારા હાથ ધરાયા છે.

print

Comments

comments

VOTING POLL