પોલિટિકલ ફન્ડિંગ અટકશેં

July 8, 2017 at 8:47 pm


કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અરુણ જેટલીએ હવે પછી રાજકીય પક્ષોના ચૂંટણી ફંડ પર ધ્યાન કેિન્દ્રત કરવા નિર્દેશ આપ્યો છે. બિનહિસાબી નાણાં માટે રાજકીય પક્ષો જાણીતા છે. તેમના ફંડ કઈ રીતે આવે છે તેમ જ તેનો ઉપયોગ વગેરે બાબતોના રહસ્ય સમજવા જેવા છે. આ બાબતે હવે કેન્દ્ર સરકાર કેટલીક આચારસંહિતા અને નિયમો બનાવશે.

દરેક રાજકીય પક્ષોમાં ચૂંટણી ફંડ એકત્ર કરવામાં આવે છે, પરંતુ તેના હિસાબ અને આેડિટ અગાઉ થતાં નહોતાં. માત્ર ડાબેરી પક્ષો દ્વારા જ આેડિટેડ હિસાબ રજૂ કરવામાં આવતા હતા, પરંતુ હવે રાજકીય પક્ષો રોકડમાં માત્ર રુ. ર હજારનું જ ચૂંટણી ફંડ લઈ શકે છે. તે સિવાય માત્ર બેન્કના ચેકથી જ લેવાનું રહે છે, પરંતુ આવી બાબતમાં ઘણી છટકબારી રહી જાય છે.

મોટી રકમની ચલણી નોટ, જીએસટી અને હવે ચૂંટણી ફંડને લગતા સુધારા દ્વારા અર્થતંત્રમાં બિનહિસાબી નાણાં પર નિયંત્રણ માટે પગલાં લેવામાં આવનાર છે. અર્થતંત્રમાં ચૂંટણી ફંડ અનેક પ્રકારના દૂષણ ફેલાવે છે જે કંપની અથવા પેઢી ચૂંટણી ફંડ આપે છે તે રાજકીય લાભ મેળવવાના આશયથી જ આવા ફંડ આપે છે અને તેનો ભોગ પ્રજા બને છે. માેંઘવારી-ભ્રષ્ટાચાર કાળાં બજાર આવાં દૂષણ એ ચૂંટણી ફંડનો પ્રત્યાઘાત છે.
પરંતુ કઈ રીતે ચૂંટણી ફંડની બાબતોને કાનૂન હેઠળ લાવવામાં આવશે તે જોવાનું રહે છે. રાજકીય પક્ષો દ્વારા કોઈની આમાન્યા રાખવામાં આવતી નથી, પરંતુ હવે જ્યારે ચૂંટણી પંચ દ્વારા જ સૂચન કરીને ફંડને માટે નિયમો બનાવવા જણાવાયું છે તેવે વખતે સ્વયંશિસ્તની જરુર છે. નાણાં આવી જાય છે તેવે વખતે વ્યિક્ત હવામાં ઊડવા લાગે છે. ચૂંટણી ફંડ એકત્ર કરનારા પક્ષના કાર્યકરોની બાબતમાં આવું જ બન્યું છે.
સૌ પ્રથમ તો રાજકીય પક્ષોમાં ચૂંટણી સુધારા અને ફંડ એકત્ર કરવાની પÙતિ બાબતે સર્વસંમતિ અને પારદર્શકતા હોવી જોઈએ. આવી બાબતે સામસામે આક્ષેપબાજી કરવાથી કોઈ જ પરિણામ મળવાના નથી. સ્વાતંÔયના આટલાં વર્ષો બાદ ચૂંટણી ફંડના કાળાધોળા બંધ કરાવી શકાયા નથી તે બાબત લોકશાહીની નિષ્ફળતા સૂચવે છે. આવી બાબતે હવે ઝડપભેર કામગીરી થવી જોઈએ.

print

Comments

comments

VOTING POLL