પોલીસ તંત્રનું પોસ્ટમોર્ટમ: ઓછા સ્ટાફે સુંદર કામગીરી કરતું આજીડેમ પોલીસ સ્ટેશન

July 27, 2017 at 7:05 pm


આમ તો રાજકોટ શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં શહેરી વિસ્તારો જ આવે પણ કુવાડવા પોલીસ મથક અને તાલુકા પોલીસ સ્ટેશનની જેમ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પણ રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સામેલ છે. ઉપરાંત શહેરની ભાગોળે આવેલા મહત્વના વિસ્તારો, નેશનલ હાઈ-વે સહિતના એરીયા પણ આ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. કુલ 38 ગામડા અને 6 ભાગોળના શહેરી વિસ્તારો ધરાવતા આ પોલીસ સ્ટેશનને શ થયાનો હજી 18 માસ જેવો ટૂંકો સમય થયો છે. દોઢ વર્ષ અગાઉ જયારે શહેરના પોલીસ વિસ્તારોમાં મહત્વના ફેરફારો થયા ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની સાથે આજી ડેમ પોલીસ સ્ટેશન પણ અસ્તિત્વમાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશન કુલ 77નો સ્ટાફ મંજૂર થયેલો છે. એમાં 52 જગ્યાઓ ભરેલી છે. જયારે 25 જગ્યા ખાલી પડેલી છે. આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં ડી-સ્ટાફ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અસરકારક કામગીરી કરી રહ્યા છે. બે હત્યા અને ચોરી સહિતના ગુનાઓને પણ ઓછા સમયમાં ઉકેલીને સુંદર કામગીરી અદા કરી છે. મોટા ભાગે સરકારી કચેરીઓમાં સ્ટાફ ઓછો હોય ત્યારે કામનું ભારણ વધી જતું હોય છે પરંતુ આજી ડેમ પોલીસના ફરજનિષ્ઠ કર્મચારીઓ આ કમીને વરતાવા દેતાં નથી. અમુક કર્મચારીઓ જામનગર રોડ પાસે એસઆરપી કેમ્પ વિસ્તારમાં રહેતા હોવા છતાં સમયસર પહોંચીને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. આ ઉપરાંત પોલીસ મથકના ડી-સ્ટાફે ઘરફોડ ચોરી, ચીલઝડપ, તફડંચી, હત્યા સહિતના ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ ઝડપી અને અસરકારક કામગીરી કરી છે.

આજીડેપ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારો
આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ રાજકોટ તાલુકાના 38 ગામડા અને શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. ગામડાઓમાં કોઠારિયા, ખોખડદળ, લાપાસરી, કાળીપાટ, મહિકા, ઠેબચડા, સરધાર, ભૂપગઢ, પાડાસણ, હલેન્ડા, ઉમરાળી, ખારચિયા, મકનપર, બાડપર, હોડથલી, ડુંગરપર, ભંગડા, હરિપર, સુકી સાજડિયાળી, નવાગામ, રામપર, લોધીડા, કાથોટા, લાખાપર, રાજસમઢિયાળા, અણિયારા, લીલી સાજડિયાળી, હડમતિયા, ગોલીડા, ત્રાંબા, વડાળી, ઢાંઢણી, ગઢકાનો સમાવેશ થાય છે. જયારે અન્ય વિસ્તારોમાં ગોંડલ તરફથી આવતો નેશનલ હાઈ-વે-8બીમાં પોલીસ કમિશનર વિસ્તારની હદ શ થતાં ગોંડલ ચોકડી સુધીનો સર્વિસ રોડ સહિતનો માર્ગ, ગોંડલ ચોકડીથી શ થતો 150 ફૂટ રિંગરોડ સર્વિસ રોડ સહિતનો અનમોલ પાર્ક સુધીનો માર્ગ આજીડેમ પિકનિક પોઈન્ટ સુધીનો દક્ષિણ તરફનો વિસ્તાર જેમાં શાંતિનગર, મારુતિ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, રાધાકૃષ્ણ સોસાયટી, આજીડેમ, અનમોલ પાર્ક વગેરે વિસ્તારો તેમજ આજીનદીની પૂર્વ બાજુ આજીડેમ, ભાવનગર રોડ, માંડાડુંગર, મફતિયાપરા વિસ્તાર, પીઠડઆઈ સોસાયટી, રાંદરડા તળાવ, પ્રદ્યુમન પાર્ક, માર્કેટ યાર્ડની બાજુમાંથી ભીચરી તરફ જતો રસ્તો, આજી ડેમ પોલીસ હેઠળ આવે છે.

સંવેદનશીલ વિસ્તારો
આજીડેમ પોલીસના સંવેદન વિસ્તારોમાં આજીડેમ બગીચો, માંડાડુંગર, નુરાની પરાનો સમાવેશ થાય છે. જયારે ગામડાઓમાં મહિકા ગામને પણ પોલીસ સંવેદનશીલ ગણે છે.

આજીડેમ પાસેથી મળી આવેલા કપાયેલા પગના આધારે મહિલાની હત્યાનો પદર્ફિાશ થયો હતો
આજીડેમ વિસ્તારમાંથી કપાયેલો માનવનો પગ મળી આવતા આજીડેમ પોલીસે એફ.એસ.એલ.ની મદદથી તપાસ કરતા તે મહિલાનો પગ હોવાનું અને સંતકબીર રોડ પાસે આવેલી સોસાયટીની લાપતા સ્ત્રી હોવાનું જણાઈ આવ્યું હતું. બી-ડિવિઝન પોલીસે અગાઉ મહિલાના અપહરણનો ગુનો નોંધી આરોપીને પકડી લીધો હતો. જયોત્સનાબેન મહેશભાઈ મકવાણા (ઉ.વ.50)નામની મહિલા હોવાનું બહાર આવતા પોલીસે અગાઉ પાડોશમાં રહેતા શખસે સોનાના દાગીના પર વ્યાજે પૈસા અપાવી દેવાની લાલચે માંડા ડુંગર પાસે લઈ જઈ ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું હતું.

હોડથલી ગામે જીપ નીચે પ્રૌઢને કચડી નાખનાર સુરતના શખસને ઝડપી લીધો
રાજકોટના હોડથલી ગામે રહેતા પાંચાભાઈ જાદવ નામના દલિત પ્રૌઢ તેના ગામમાં હતા તે દરમિયાન હાલ સુરત રહેતો આશિષ મનસુખ તોગડિયા નામના પટેલ શખસે સ્કોર્પિયો જીપ નીચે કચડી નાખી હત્યા કયર્નિી કયર્નિી નજર સામે જ જોતાં તેના પુત્ર રાજેન પાંચાભાઈ જાદવે નોંધાવેલ ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ચાર દિવસમાં જ હત્યા કરી સુરત નાસી જનાર આશિષ તોગડીયાને ઝડપી લીધો હતો.

સુકી સાજડિયાળી ગામે બનેવીની હત્યા કરનાર સાળાને એમ.પી.થી ઝડપી લીધો
ભાવનગર રોડ પર આવેલ સુકી સાજડિયાળી ગામે દિનેશભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરતો મુળ એમ.પી.ના માંડરીયાભાઈ બામણીયા નામના યુવાનની ગત તા.18-6ના રોજ મોડી રાત્રે તેના પરિવાર સાથે સુતો હતો ત્યારે અજાણ્યા શખસોએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાસી જતાં તેની પત્ની સંગીતાની ફરિયાદ પરથી ઈન્ચાર્જ પી.આઈ. એચ.આર.કુવાડીયાએ, પીએસઆઇ એ.પી.સોલંકી સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ કરતા મૃતકને તેના કાકા-સાળા સહિતના પરિવારજનો સાથે ડખો ચાલતો હોય જે અંગે તપાસ કરી આજીડેમ પોલીસે મૃતક માંડરીયાના સાળા કેરમને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. આકરી પૂછપરછ કરતા તેણે તેની એક બહેન સાથે લગ્ન કયર્િ બાદ મૃતકે બીજી બહેનને પણ ભગાવીને લાવતા હત્યા કયર્નિી કબૂલાત આપી હતી.

આપો ‘આજકાલ’ને પ્રતિભાવ
તમને પોલીસ તંત્રનું પોસ્ટમોર્ટમ નામનો આ વિભાગ કેવો લાગ્યો?
શું તમારા કોઈ સુચન છે? ઈ-મેઈલ કરો. editor@aajkaaldaily.com
તમે તમારા વિસ્તારમાં બનતી ક્રાઈમની ઘટનાઓ કે છાના ખુણે આકાર લેતી ગુનાખોરી વિશે સત્ય જણાવવા માંગો છો તો અમને
મો.નં.98985 22022 ઉપર વોટસએપ કરો.

print

Comments

comments

VOTING POLL