પોલીસ રમતોત્સવનું સમાપનઃ ખેંચાખેંચીમાં ક્રાઈમ બ્રાંચે હેડ કવાર્ટરની ટીમને હરાવી

January 11, 2019 at 3:47 pm


રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી રમત મહોત્સવ યોજાયો હતો. જેનું ગઈકાલે સમાપન કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રી, ડીસીપી રવિ મોહન સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયા સહિતના અધિકારીઆેની આગેવાની હેઠળ આ મહોત્સવ યોજાયો હતો. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સા ખેંચ, દોડ સહિતની રમતો યોજાઈ હતી. જેમાં ગઈકાલે રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચની ટીમે હેડ કવાર્ટરની ટીમને હરાવી હતી. આ રમતોત્સવ સફળતાપુર્વક યોજાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ પોલીસ દ્વારા વાર્ષિક રમતોત્સવ પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો. પાંચ દિવસના રમતોત્સવમાં ગઈકાલે સમાપન વેળાએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વિજેતા ટીમને બિરદાવી અભિનંદન સાથે ઈનામો આપ્યા હતા. આ મહોત્સવમાં રસ્સા ખેંચ, કબડ્ડી, વોલીબોલ, દોડ સહિતની રમતોમાં પોલીસ કર્મચારીઆે, તેમજ તેમના પરિવારજનોના બાળકો મળી 460 ખેલાડીઆેએ ભાગ લીધો હતો.
ગઈકાલે રસ્સા ખેંચ, કબડ્ડી, વોલીબોલ, દોડ સહિતની રમતોનો ફાઈનલ મેચ યોજાયો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમ રસ્સા ખેંચ (ખેંચાખેંચી)ની ટીમના કેપ્ટન એચ.એમ.ગઢવી ઉપર ઈનામોનો વરસાદ વરસાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL