પોલીસ હેડ કવાર્ટર પાસે રૂા.20 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનશે

July 14, 2018 at 1:06 pm


જામનગર શહેરની વસ્તી વધી છે, હજુ થોડા દિવસ પહેલા હાપા અને શરૂ સેકશન રોડ ઉપર બાળકો માટે બે જગ્યાએ qક્રકેટના મેદાનની માંગણી સ્વીકારવામાં આવી છે ત્યારે આજે મળેલી સ્ટે. કમીટીની બેઠકમાં રૂા.20 કરોડના ખર્ચે પોલીસ હેડકવાર્ટર પાસે આવેલા આવાસ નજીક અÛતન સ્પોર્ટસ કોમ્પ્લેસ માટે રાજયના સ્પોર્ટસ આેથોરીટી આેફ ગુજરાત પાસે રૂપિયાની માંગણી કરવામાં આવશે. સ્ટે.કમીટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં જામનગરમાં ટી.પી. સ્કીમ નં.1 પ્લોટ નં.91માં પોલીસ હેડકવાર્ટર પાછળ નવા બનેલા આવાસની બાજુમાં આશરે સવા લાખ ફºટ જગ્યામાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનાવવાની મ્યુ.કમિશ્નરની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

એવી વિગતો બહાર આવી છે કે આ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં અÛતન સ્વીમીગ પુલ ઉપરાંત વોલીબોલ અને અન્ય રમતો માટેની જગ્યા પણ ફાળવાશે તેમજ બેડમીન્ટન, લોન ટેનીસ તથા અન્ય રમતો રમી શકાશે, કેશા બાપાની વાડી તરીકે આેળખાતી આ જગ્યા માટે હવે સરકારની મંજુરી લઇને ડીપી પ્લાન મુકવામાં આવશે, હાલ તો મહાપાલિકાના શાસકો દ્વારા શહેરને બીજુ સ્પોર્ટસ કોમ્પ્લેકસ મળે તે માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. જામનગર મહાપાલિકા દ્વારા અગાઉ હાપા અને શરૂ સેકશન રોડ ઉપર બે જગ્યાએ બાળકો qક્રકેટ રમી શકે તે માટે જગ્યા ફાળવવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL