પ્રણામીના મહોત્સવમાં જામનગર આવશે મુખ્યમંત્રી રૂપાણી-યોગગુરૂ બાબા રામદેવ

September 13, 2017 at 1:56 pm


મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટયના 400 વર્ષના ઉપલક્ષ્યમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્વસનું તા. 14 થી તા. 20 સપ્ટે. દરમ્યાન મહામતી પ્રાણનાથનગર, પ્રણામી સ્કુલની સામે, હિરજી મીસ્ત્રી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા. 15ના રોજ યોગ ગુરૂ બાબા રામદેવ અને તા. 20ના રોજ સમાપન સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે તેમ શ્રીકૃષ્ણ પ્રણામી ધમાર્ચાર્ય જગદ્ગુરૂ આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે પત્રકારોને જણાવ્યુ હતું. તેમણે કüુ હતું કે આ મહોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ખાસ કરીને તા. 14ના રોજ સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર સાંઇરામ દવેનો હાસ્યનો કાર્યક્રમ રાત્રે 9-00 વાગ્યે કલા પીરશશે, પ્રણામી સંપ્રદાયના 800 જેટલા સેવા કેન્દ્ર અને 50 હજાર ક્ષેત્રમાં 1 કરોડ જેટલા અનુયાયીઆે છે, આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેવા કે રાષ્ટ્ર નિમાર્ણમાં સંતોની ભુમિકા, વ્યકિતત્વ નિમાર્ણ માટે મહિલાની ભુમિકા અને ભારતના યુવાનો શું કરી શકે તે વિશે નિષ્ણાંતો દ્વારા પ્રવચન આપવામાં આવશે, આજે દેશમાં મિડીયા સેતુબંધનું કામ કરે છે અને લોકોને જોડવાનું કામ કરે છે. જામનગરમાં નીકળનારી શોભાયાત્રામાં લગભગ 10 હજારથી વધુ ભકતો જોડાશે દરરોજ શ્રી તારતમસાગરના 400 પારાયણના પાઠ કરવામાં આવશે, વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો, મહાનુભાવોના પ્રવચનો પણ યોજવામાં આવશે તા. 20ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સમાપન સમારોહમાં હાજરી આપશે, દરરોજ વિવિધ કાર્યક્રમો જેવા કે સદગુરૂ ભાવ વંદના, બાલ ધર્મ સભા, હાસ્ય રસ, શ્રીકૃષ્ણ ત્રીધા લીલા સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં સિકકીમના મુખ્યમંત્રી પવનકુમાર ચાંબલીગ પણ હાજર રહેશે. જીલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જણાવ્યુ હતું કે તા. 14 થી તા. 20 દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમા વહિવટી તંત્ર અને જામનગર મહાપાલીકા દ્વારા સંપુર્ણ સહકાર આપવામાં આવ્યો છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સિકકીમના મુખ્યમંત્રી પવનકુમાર સહિતના અનેક સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમના સ્થળે બે ઉકાળા કેન્દ્ર ખોલવામાં આવશે ઉપરાંત કોઇને પણ તાત્કાલીક સારવારની જરૂર પડે તો બે આરોગ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં મ્યુ કમિશ્નર રણજીતસિંહ બારડ, એએસપી રાહુલ ત્રિપાઠી, જોગેશ જોશી સહિતના અગ્રણીઆે હાજર રહયા હતા.

print

Comments

comments

VOTING POLL