પ્રદૂષણને લીધે આબરૂ ગઇ

December 4, 2017 at 8:44 pm


વિશ્વ ક્રકેટના ઇતિહાસમાં પણ દિલ્હીએ એક શરમજનક પ્રકરણ ઉમેર્યું છે. તાજેતરમાં દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં શ્રીલંકા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટમેચમાં જ્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલી બેવડી સદી તરફ આગળ વધી રહ્યાે હતો, ત્યારે શ્રીલંકન ખેલાડીઆે મેદાન પર માસ્ક પહેરીને ફિલ્ડીગ ભરી રહ્યા હતા અરે! qક્રકેટ ઇતિહાસની અંºત ઘટના તો એ હતી કે, શ્રીલંકન બોલરો માસ્ક પહેરીને બોલિંગ કરત હતા! ઇવન, વિરાટ પણ વિચલિત હતો. વારંવાર પ્રદૂષિત ધૂંધળા વાતાવરણથી રોકવી પડતી રમતથી વિરાટ પરેશાન હતો! તેણે છઠ્ઠી વખત બેવડી સદી ફટકારી ઇતિહાસના પાને સ્થાન તો મેળવ્યું પણ એ સમગ્ર પ્રકરણ પ્રદૂષણના કારણે પ્રદૂષિત રહ્યું! આખરે એ આઉટ થયો તેની પાછળનું કારણ પણ દિલ્હીનું પ્રદૂષણ હતું એટલું જ નહી સમગ્ર કલુષિતતાથી ત્રસ્ત કોહલીએ દાવ ડિકલેર કર્યો તેનું કારણ પણ પ્રદૂષણ હતું!
શ્રીલંકન ખેલાડીઆે જરા પણ સ્વસ્થ નહોતા. વારંવાર વારા ફરતી ખેલાડીઆે ગી્રનરુમમાં પાછા ફરતા હતા, તબીબોની સલાહ લેવાતી હતી, પણ શો મસ્ટ ગો આેન ની રીતે રમત રમાઇ, અને પૂરી પણ થઇ…પરંતુ પ્રદૂષણના કારણે વારંવાર રમત રોકવી પડતી હોય તેવું વિશ્વqક્રકેટના ઇતિહાસમાં પહેલી વાર બન્યું! તે દિવસે નવી દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 316 એકવીકન. આેઆરજી જેટલું અત્યંત જોખમી હતું.
છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીની આવી ખરાબ સ્થિતિ રહી છે. લોકોનાં આરોગ્ય જોખમમાં મુકાઇ ગયા છે. અને સરકાર પાસે એ પ્રદુષણ રોકવા માટે હાથવગું કારણ આેટોમોબાઇલ ઉદ્યાેગ છે, પણ સવાલ એ થાય છે કે, શું માત્ર વાહનોના કારણે જ આવું ભયંકર પ્રદૂષણ પેદા થતું હશે ં ના, સંપૂર્ણપણે વાહનોને જવાબદાર ન ગણાવી શકાય. હવે વાહનોની ગુણવત્તા પણ એટલી સુધારા પર છે કે, ભાગ્યે જ ધુમાડા નીકળતા જોઇ શકાય છે. હવે એ તાકીદના ઉપચાર માટે અન્ય કોઇ પગલા શોધવાં જરુરી છે. સર્વોચ્ચ અદાલતમાં એ મુદ્દે ઘણી મહÒવની ચર્ચા, રજૂઆતો, દલીલો, ખુલાસા થયા જ છે. તે મુજબ અમૂક જૂનાં વાહનો કે, પ્રદૂષણ ફેલાવે તેવાં ઇંધણનો ઉપયોગ કરતા વાહનોને બાદ કરતાં, વાહનો વધુ જવાબદાર નથી લાગતાં.
પ્રદૂષિત વાતાવરણ પેદા કરતાં વાહનો પર ટેક્સ લાદવાથી પણ કામ નહી ચાલે. ટેક્સ ભરીને પણ તેમને દિલ્હીમાં ફરતાં ન મુકાય, કારણ કે આ જાહેર આરોગ્યને જોખમમાં મુિક્ત બાબત છે. જે પણ પગલાં લેવાય એ હવાને સ્વચ્છ બનાવવાનાં લેવાય એ જરુરી છે. સર્વોચ્ચ અદાલતે સરકારને તાત્કાલિક ગ્રેડેડરિસ્પોન્સ એક્શન પ્લાન, કે સ્મોગ એલર્ટ સિસ્ટમ શરુ કરવા માટે કüુ છે. પ્રદુષણમાં વધારો જોવા મળે કે યુÙના ધોરણે પગલાં સરકારે લેવાની યોજના તૈયાર કરવી જરુરી છે.

print

Comments

comments

VOTING POLL