પ્રદ્યુમન હત્યા કેસ: આરોપીના DNA સેમ્પલ ચકાસણીમાં મોકલાયા

September 13, 2017 at 2:27 pm


પ્રધ્યુમન મર્ડર કેસમાં રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી છે. ત્યારે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં આ આગોતરા જામીન પર બપોરે 3 વાગ્યે સુનાવણી થશે. મંગળવારે હાઈકોર્ટે પિંટો ફેમિલીને એક દિવસની રાહત આપતાં સુનાવણી માટે બુધવારનો નક્કી કર્યો હતો. તો બીજી બાજુ પ્રધ્યુમનના પિતા વરૂણ ઠાકુરે બોમ્બે હાઈકોર્ટમાં રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકોની આગોતરા જામીનના વિરોધમાં અરજી દાખલ કરશે. આ કેસમાં પકડાયેલાં અશોકના DNA સેમ્પલની ચકાસણી માટે કરનાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના સીઈઓ રેયાન પિંટો અને તેમના માતા-પિતાને આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં સોમવારે અરજી કરી હતી. જે સંદર્ભે બપોરે 3 વાગ્યે સુનાવણી હાથ ધરાશે. રેયાન પિંટોના પિતા ઓગસ્ટાઈન પિંટો અને તેમની માતા ગ્રેસ પિંટો સેન્ટ જેવિયેર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે.જે દેશ-વિદેશની દરેક સ્કૂલોનું કામ જોવે છે. આ પહેલા હરિયાણા પોલીસે સોમવારે સવારે રેયાન ગ્રૂપના નોર્થ જોન હેડ ફ્રાન્સિસ થોમસ અને ભોંડસીમાં આવેલી સ્કૂલના કો-ઓર્ડિનેટરને અરેસ્ટ કરી લીધા છે.

પિંટોના વકીલ નિતિન પ્રધાને જણાવ્યું છે કે, જસ્ટિસ અજય ગડકરી સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL