પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી પ્રફુલ્લ પટેલ ‘આજકાલ’ ની ખાસ મુલાકાતે

March 8, 2017 at 4:04 pm


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) 50થી 100 જેટલી બેઠકો પર લડશે અને સમાજના વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનો તથા ભાજપ-કોંગ્રેસથી વિમુખ બનેલા ટોચના નેતાઓ ટૂંક સમયમાં એનસીપીમાં જોડાશે તેવી જાહેરાત કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે એનસીપીનો ચહેરો બનેલા પ્રફુલ્લભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજકોટની મુલાકાતે આવેલા પ્રફુલ્લભાઈ પટેલે ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કેટલી બેઠકો ગુજરાતમાં લડવા માગીએ છીએ તેની હાલ જાહેરાત કરવા માગતા નથી પરંતુ ગોંડલ, ઉપલેટા, સાવરકુંડલા, જેતપુર, જસદણ, કુતિયાણા, કેશોદ સહિતની અનેક બેઠકો પર એનસીપીનો ઉમેદવાર રહેશે તે સ્પષ્ટ છે.

‘યંગ ગુજરાત’ વિષય પર આગામી તા.18ના રોજ વડોદરા ખાતે મેડિકલ કોલેજમાં બોલિવૂડના લેખક અને જાણીતા ફિલ્મ નિમર્તિા જાવેદ અખ્તર સાથે ડિબેટનું આયોજન કરવામાં આવેલ છે. આવા જ પ્રકારની ડિબેટ આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ યોજવામાં આવશે.

એનસીપીમાં કયા આગેવાનો જોડાવાના છે ? તેવા સવાલનો જવાબ આપવાનું પણ પ્રફુલ્લ પટેલે ટાળ્યું હતું અને કહ્યું હતું કે, અત્યારે આ અંગેની કોઈ જાહેરાત કરવાનું કસમયનું છે પરંતુ સારા લોકો એનસીપીમાં જોડાશે તે નિશ્ર્ચિત છે.

પ્રફુલ્લ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી એનસીપી કોંગ્રેસ અથવા અન્ય પક્ષો સાથે ચૂંટણી લડતો હતો પરંતુ અમે ગુજરાતમાં પ્રથમ વખત લિડરશીપ્નો રોલ અદા કરવા જઈ રહ્યા છીએ. આગામી તા.19ના રોજ અમદાવાદ ખાતે એનસીપીનું નવું પ્રદેશ કાયર્લિય એસ.જી. રોડ પર શ થવાનું છે. દર અઠવાડિયે એકાદ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાનો છું. આગામી તા.18ના રોજ વડોદરા ખાતે, તા.26ના રોજ સુરતમાં કાર્યક્રમો છે. આગામી અઠવાડિયે સૌરાષ્ટ્રની મુલાકાત વખતે કેશોદ, જૂનાગઢ અને જામનગર સહિતના વિસ્તારોનો પ્રવાસ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી (આપ) પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે તે સવાલના જવાબમાં પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, ‘આપ’ને ગુજરાતની પ્રજા નહીં સ્વીકારે અને તે ગુજરાતમાં સફળ નહીં થાય. ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે પરંતુ અમે ખેડૂતો, બેરોજગારો, ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે ચૂંટણી લડવાના છીએ. સમગ્ર રાજ્યના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે એનસીપીનું સંગઠન માળખું છે અને તે વધુ મજબૂત બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

પાટીદાર માટે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, પાટીદારોના પ્રશ્ર્નો યોગ્ય રીતે ઉકેલવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. પ્રફુલ્લ પટેલ સાથે ‘આજકાલ’ની મુલાકાત વખતે ધીભાઈ રાજા, હરિકૃષ્ણ જોષી, સત્યેન પટેલ સહિતનાઓ સાથે રહ્યા હતાં. આજે રાજકોટ ખાતે પ્રફુલ પટેલના વિવિધ કાર્યક્રમોમાં એનસીપીના ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી), એનસીપીના ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી શોભનાબેન પટેલ સહિતનાઓ જોડાયા હતાં.

print

Comments

comments

VOTING POLL