પ્રફુલ્લ–હંસાના ચાહકો માટે સારા સમાચાર: ખીચડીની નવી સીઝન આવી રહી છે!

October 28, 2017 at 6:20 pm


એક દશકા પહેલા દર્શકોના દિલ પર રાજ કરનાર પોપ્યુલર કોમેડી શો ખીચડીની બીજી સીઝન ઈન્સ્ટન્ટ ખીચડી વર્ષ ૨૦૦૫માં આવી હતી. હવે ફરીથી આ સિરીયલ ટીવીના પરદે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આ સિરીયલમાં તેની ઓરિજિનલ કાસ્ટ અનગં દેસાઈ, રાજીવ મહેતા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક અને જમનાદાસ મજીઠિયા જોવા મળશે. મજીઠિયા આતિશ કાપડિયા સાથે મળીને આ શો પ્રોડુસ પણ કરી રહ્યા છે. આ સિરીયલમાં જૂના પાત્રોને નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે અને કેટલાંક નવા આર્ટિસ્ટસ પણ શોમાં જોડાશે.

અમારા સહયોગી અખબાર મિરરના સૂત્રોએ જણાવ્યા મુજબ, આ શોનું શૂટિંગ શુક્રવારે એક સબર્બન સ્ટુડિયોમાં શ થઈ ગયુ હતુ. કાપડિયા છેલ્લા ઘણા સમયથી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા અને છેલ્લા કેટલાંય મહિનાથી આ સિરીયલ શ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો.
યારે બીજી સિરીયલો વર્ષેા સુધી ચાલતી હતી ત્યારે ખિચડી એવો પહેલો શો હતો જે વેસ્ટર્ન શોની માફક સીઝનમાં શ થયો હતો. ૨૦૦૨માં સળગં બે વર્ષ માટે શો સફળતાથી ચાલ્યો હતો. સેકન્ડ સીઝન ૨૦૦૫માં સ્ટાર વન પર ઈન્સ્ટન્ટ ખીચડીના નામે શ થઈ હતી. પહેલી સીઝનમાં હવેલીમાં રહેતા પારેખ પરિવારના ગાંડપણનો પરિચય અપાયો હતો. આ સાથે જ તેમની સંયુકત પરિવારમાંથી છૂટા પડવાની ઈચ્છા, આર્થિક કટોકટી જેવી બાબતોને પણ સારી રીતે આવરી લેવાઈ હતી. યારે બીજી સીઝનમાં તેઓ રાતોરાત લાખોપતિ બની જાય છે અને તે હાઈ સોસાયટીમાં કેવી રીતે ફિટ થવાનો પ્રયત્ન કરે છે તે દર્શાવાયુ હતું. આ બંને સીઝને દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL