પ્રભાસપાટણમાં જુગાર રમતા છ શખસોની ધરપકડઃ રૂા.55 હજારનો મુદ્દામાલ કબજે

August 29, 2018 at 12:06 pm


પ્રભાસ પાટણમાં પઠાણ વાડા વિસ્તારમાં એલ.સી.બી. એ જુગાર અંગે દરોડો પાડી છ જુગારીઆેને રોકડા રુા.31,250 તથા મોબાઇલ નંગ 7 કી.રુા.24,500 મળી કુલ રુા.55,750 ના મુદામાલ સાથે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એલ.સી.બી. ના હે.કો. લલીતભાઇ ચુડાસમા, મેસુરભાઇ, મેહુલભાઇ, સંગ્રામસિંહ, મૈતાભાઇ, રામદેવસિંહ, એ.એસ.આઇ. લતાબેન, પો.કો. દેવીબેન સહીતના સ્ટાફે આજે સાંજે પ્રભાસ પાટણના પઠાણ વાડા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી (1) આરીફ મમદ બેલીમ ઉ.વ.39, (2) હારુન હસન મન્સુરી ઉ.વ.32, (3) અ.સતાર મમદ મુગલ ઉ.વ.28, (4) નુર મમદ મહેબુબ પટણી ઉ.વ.30, (5) તોસીફ અબ્દુલ મુગલ ઉ.વ.25 અને (6) સલીમ યુસુફ પઠાણ ને જાહેરમાં જુગાર રમતા રોકડા રુા.31,250 તથા મોબાઇલ નંગ 7 કી.રુા.24,500 મળી કુલ રુા.55,750 ના મુદામાલ સાથે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

print

Comments

comments

VOTING POLL