પ્રવેશોત્સવને પગલે કચ્છમાં 23,896 બાળકોનાે શાળા પ્રવેશ

June 14, 2018 at 9:24 pm


આજે ગ્રામ્ય લેવલનાે પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ આગામી તા.22 અને 23નાં શહેરી લેવલે પ્રવેશોત્સવ ઃ 11,849 કુમાર અને 12,047 કન્યાને શાળા પ્રવેશનાે ટાગેૅટ

દર વષેૅ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા શત્રની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવતાે હોય છે, તેમ આજથી કચ્છમાં ગ્રામ્ય લેવલનાે પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો જે આવતી કાલે પૂર્ણ થઇ જશે. જ્યારે આગામી તા.22 અને 23 જુનનાં શહેરી લેવલે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. આ વખતે 11,849 કુમાર અને 12,047 કન્યા મળીને કુલ 23,896 બાળકોને શાળા પ્રવેશ કરશે.

આ બાબતે વધુ માહિતી આપતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દર વષેૅ ખાસ કરીને નવા શત્રના પ્રારંભ સાથે જ બે તબક્કામાં ગ્રામ્ય અને શહેરી લેવલે શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવતાે હોય છે, ત્યારે આજથી કચ્છમાં ગ્રામ્ય લેવલનાે શાળા પ્રવેશોત્વની ઉજવણીનાે ધમધમાટ ચાલી રહ્યાાે છે, તે આવતી કાલે પણ આજ રીતે વિદ્યાથીૅઆેને શાળા પ્રવેશ કરવામાં આવશે. જ્યારે આગામી તા.22 અને તા.23 જુનાં રોજ શહેરી લેવલનાે શાળા પ્રવેશોત્સવ ઉજવાશે.
વધુમાં તેમણે આ વખતે સમગ્ર જીલ્લામાંથી કુલ 23,896 બાળકોને શાળા પ્રવેશ કરાવાનાે ટાગેૅટ નિયત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે 11,849 કુમાર અને તેનાથી વધુ 12,047 કન્યાનાે સમાવેશ થાય છે. આ બાળકોને આજથી રાજ્યભરમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઆેનાં હસ્તે વિવિધ શાળાઆેમાં કુમકુમ તીલક સાથે શાળા પ્રવેશ કરાવામાં આવી રહ્યાાે છે. આવતી કાલે પણ આજ રીતે ગ્રામ્ય લેવલનાે પ્રવેશોત્સવ ચાલુ રહેશે. મહત્વની વાત એછેકે, ગત વર્ષની જેમ આ વષેૅ પણ શાળા પ્રવેશોત્સવમાં કન્યાની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

અંતમાં તેમણે ગ્રામ્ય અને શહેરી લેવેલ શાળા પ્રવેશોત્વસ દરમ્યાન જે કુમાર અને કન્યાને શાળામાં પ્રવેશ અપાનાર છે તેમાં અબડાસા તાલુકામાં 686 કુમાર અને 953 કન્યા, અંજાર તાલુકામાં 1104 કુમાર અને 1129 કન્યા, લખપત તાલુકામાં 554 કુમાર અને 574 કન્યા, માંડવી તાલુકામાં 1235 કુમાર અને 1325 કન્યા, નખત્રાણા તાલુકામાં 1046 કુમાર અને 1072 કન્યા તથા રાપર તાલુકામાં 1696 કુમાર અને 1758 કન્યાને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL