પ્રિયંકાનો પેહલો પ્રહાર: યુપીને દત્તક લીધેલા પુત્રની જરૂર નથી

February 17, 2017 at 6:09 pm


તમામ અટકળો વચ્ચે પેહલી વાર પ્રિયંકા ગાંધી યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. તેમના નિશાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. પીએમ મોદી પર પ્રહારો કરતા પ્રિયંકા એ કહ્યું કે વડાપ્રધાનનું માનવું છે કે તેઓ યુપીના દત્તક લીધેલા પુત્ર છે પરંતુ યુપીને બહારના લોકોની જરૂર જ નથી.

પ્રિયંકાએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે અહીંના નૌજવાન નેતા બની શકે છે. કારણ કે તેમનામાં એટલી યોગ્યતા છે. યુપીમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે પ્રિયંકાએ કહ્યું કે જયારે મોદીએ ટાળી વગાડીને અચાનક નોટબંદી લાગુ કરી અને મહિલાઓની બચતને રાખ કરી નાખી તો એ પણ એક પ્રકારનો અત્યાચાર જ કહેવાય. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે વડાપ્રધાનએ માત્ર પોકળ વચનો જ આપ્યા છે અને વિકાસના કોઈ પણ કામ કાર્ય નથી.

print

Comments

comments

VOTING POLL