પ્રિયંકા ચોપડાની પાસે ત્રીજી હોલિવુડ ફિલ્મ પણ : રિપાેર્ટ

July 14, 2017 at 6:10 pm


મે મહિનામાં બેવોચ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ પ્રિયંકા ચોપડા હાલમાં તેની બીજી હોલિવુડ ફિલ્મ એ કિડ લાઇક જેકને લઇને વ્યસ્ત બનેલી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે તેની પાસે હવે સતત સારી હોલિવુડ ફિલ્મની આેફર આવી રહી છે. તેની પાસે મોટી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. રોમકોમ ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમેન્ટિક હાથ લાગી છે. આ ફિલ્મમાં લિયામ હેમ્સવર્થ, રીબેલ વિલ્સન અને એડમ ડિવાઇન જેવા કલાકારો કામ કરી રહ્યાા છે. પ્રિયંકા ચોપડા ફિલ્મમાં યોગ ગુરૂની ભૂમિકા અદા કરી રહી છે.

ફિલ્મ નિમાૅતા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ પ્રિÂન્સપાલ ફોટોગ્રાફીની શરૂઆત થોડાક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ ફિલ્મ ન્યુયોર્ક શહેરમાં રહેનાર એક આ##352;કટેક્ટની પટકથા છે. ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. જે તમામ લોકોને પસંદ પડી શકે છે. પ્રિયંકા ચોપડા માત્ર હોલિવુડમાં જ નહી બલ્કે બાેલિવુડની પણ કેટલીક ફિલ્મો કરી રહી છે. તમામ ફિલ્મો તે સાથે કરી રહી છે. તે ફિલ્મ નિમાૅણમાં પણ કુદી ચુકીછે. તેની માતા સાથે મળીને પ્રાદેશિક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. મળલી માહિતી મુજબ રોમકોમ ફિલ્મ વેલેન્ટાઇન ડે વર્ષ 2019માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ફિલ્મને પહેલી તકે આગળ વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપડા હવે વધારે હિન્દી ફિલ્મો કરે તેવી શક્યતા આેછી દેખાઇ રહી છે. કારણ કે તેની પાસે હોલિવુડ ફિલ્મો સતત આવી રહી છે. તે આના કારણે સમય કાઢી શકે તેવી શક્યતા ખુબ આેછી છે. પ્રિયંકાની લોકપ્રિયતા ક્વાન્ટિકોના કારણે સમગ્ર અમેરિકામાં વધી ગઇ છે. તે હવે સ્ટાર તરીકે ઉભરી રહી છે. ટોપ અભિનેત્રીઆે કરતા તે આગળ નિકળી ગઇછે.પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને બાેલિવુડમાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે.

print

Comments

comments

VOTING POLL