પ્રિયા પ્રકાશને બોલિવૂડની ઓફર: સંજયલીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા !

February 14, 2018 at 11:01 am


ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયરો વીડિયો આગની જેમ ફેલાઇ ગયોછે. જે બાદ તેને તમીલ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી છે પણ તેને સાથે સાથે બોલિવૂડ ફિલ્મોની પણ ઓફર મળવા લાગી છે. તો ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મ કરતી નજર આવે તો નવાઇ નહીં
પ્રિયા પ્રકાશે આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે બોલિવૂડમાંથી મને ફિલ્મોની ઓફર મળી છે. પણ જો તેને તક મળે તો તે સંજય લીલા ભણસાળી સાથે કામ કરવા ઇચ્છે છે.
પ્રિયાએ જણાવ્યું કે રાતોરાત મળેલી આ પ્રસિદ્ધિતી તે અને તેનાં માતા-પિતા ખુબ ખુશ છે. અહીં સુધી કે તેમને સમજણ નથી પડી રહી કે તે આ બધાને કેવી રીતે સંભાળે. પ્રિયાએ જણાવ્યું કે, મલયાલમ અને તમીલ ફિલ્મોની પણ તેને ઓફર આવી છે. જ્યારે હજુ તેની પહેલી ફિલ્મનું ટિઝર પણ રિલીઝ નથી થયું. તે આજે સાંજે 7 વાગ્યે થવાનું છે.
પ્રિયા પ્રકાશ વોરિયર એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે. જે મલયાલમ ફિલ્મ ઓર અદાર લવ (ઘિી અમફફિ કજ્ઞદય)થી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરશે. કેરળમાં જન્મેલી આ એક્ટ્રેસ એક સ્કૂલની યુવતીનો રોલ અદા કરી રહ્યો છે. તેનાં એક્સપ્રેશન એટલા કાતીલ હતાં કે આ નાનકડી 30 સેકેન્ડની ક્લિપ આજે આખા દેશમાં વાઇરલ થઇ ગઇ છે. અને દરેક લોકોનાં દિલો દિમાગ પર છવાઇ ગઇ છે.

print

Comments

comments

VOTING POLL