પ્રેમલગ્ન કરનાર યુગલના પાંચ અપહરણકારોની ધરપકડ

January 12, 2018 at 2:49 pm


રાજકોટ શહેરમાં પ્રેમ લગ્ન કરનાર પોરબંદરની યુવતી અને તેના પતિના અપહરણની ચકચારી ઘટનામાં પોલીસે પાંચ શખસોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. એક વર્ષ પહેલા બાવાજી યુવતીએ રાજકોટના વાણંદ યુવાન સાથે કરેલા પ્રેમ લગ્ન યુવતીના પિતાને મંજુર ન હોવાથી ચાલતી અદાલતને પગલે તેણે અપહરણ કરાવ્યાનું ખૂલ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ નજીક નાણાવટી ચોક પાસે ધવલ જયેશકુમાર વાઘેલા અને તેની પત્ની ઉર્વશીનું ઈકો કારમાં અપહરણ થયું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસે નાકાબંધી ગોઠવી તપાસનો ધમધમાટ આગળ વધાર્યો હતો, ભીંસ વધથા શખસને કાર રેઢી મુકી માધાપર ચોકડી પાસે નાસી છૂટયા હતા મોકો મળતા ધવલ અને ઉર્વશી પણ જીવ બચાવી ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસની મદદ મેળવી હતી, બીજી બાજુ પોલીસે આ પ્રકરણમાં ગણતરીના કલાકોમાં જ બે ઈકો કાર તથા એક સ્વીફટ કાર કબજે કરવાની સાથે રાજકોટના આરોપી બીજલ બચુ સિંધવ ઉ.વ.23, રામાપીર ચોકડી, ભારતીનગર રમેશ નાથા ઠુંગા ઉ.વ.35, સાધુ વાસવાણી રોડ, બકુલ સિંધા ઝુંઝા ઉ.વ.27 જામનગર રોડ, કાળા હિરા ગમારા ઉ.વ.34, રહે.જામનગર રોડ અને વાઘા ખોડા સિંધવ ઉ.વ.30 રામાપીર ચોકડીની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે ધવલના પિતા જયેશભાઈ કરશનભાઈ વાઘેલા ઉ.વ.65, રહે.બજરંગવાડી-8એ ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષ પહેલા ધવલ અને ઉર્વશીએ પ્રલ લગ્ન કયર્િ હતા. ગઈકાલે ઉર્વશીના પિતા ધનગર જસમતગર ગોસ્વામી રહે.પોરબંદરના મિત્ર લાખાભાઈ મેવાડા રહે.સાવરકુંડલાએ ફોન કરી ઉર્વશીને મળવાની વાત કરી હતી.

પોરબંદર બીએસએનએલમાં નોકરી કરતા ધનગરભાઈ અને લાખાભાઈ બાઈક પર ઉર્વશીને મળવા ગયા ત્યારે નાણાવટી ચોક નજીક પહોંચતા જ ધસી આવેલી ઈકો ગાડીમાં ફિલ્મી ઢબે ઉર્વશી અને ધવલને ઉઠાવી જવાયા હતા. બન્નેના મોબાઈલ ફોન બંધ આવતા ધવલના પિતાએ પોલીસને જાણ કરી એટલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી કરીને ભીંસ વધારી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી શખસો યુગલને પડધરીના બાઘી ગામ તરફ લઈ ગયા ત્યાં ઈકો કાર રસ્તો ઉતરી થાંભલા સાથે અથડાતા સ્વીફટ કારની વ્યવસ્થા કરી હતી. એ પણ ખોટવાઈ જતાં બીજી ઈકો કાર મગાવી હતી. આ કેસમાં સંડોવાયેલા ઉર્વશીના પિતા અને એમના મિત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL