ફટાકડા પર પ્રતિબંધ: સુપ્રીમમાં આજે સુનાવણી

October 6, 2017 at 11:17 am


દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર)માં ગયા વરસે ફટાકડા પર લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ આ વરસે પણ ચાલુ રાખવાની માગણી કરતી અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણના કાયમી પરવાનાને રદ કરતા 11 નવેમ્બર 2016ના રોજ આપેલા ચુકાદાને કામચલાઉ રીતે રદ કરતા ગયા મહિને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો પાછો ખેંચવાની અરજીમાં માગણી કરવામાં આવી હતી.

ન્યાયાધીશ એ. કે. સિક્રી અને અશોક ભૂષણની બનેલી ખંડપીઠ સમક્ષ આ અરજી સુનાવણી માટે આવી હતી અને અરજકતર્િ ગોપાલ શંકરનારાયણના વકીલે ગયા વરસે આપેલો આદેશ આ વરસે પણ ચાલુ રાખવામાં આવે એવી માગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગયા વરસા એનસીઆર વિસ્તારમાં ફટાકડાનું જથ્થાબંધ તેમ જ છૂટક વેચાણ કરવાની પરવાનગી આપતા તમામ લાયસન્સ રદ કયર્િ હતા.
ટૂંકી સુનાવણી દરમિયાન શંકર નારાયણે કોર્ટને કહ્યું હતું કે ફટાકડાના ઉત્પાદક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ વર્ષની 12 સપ્ટેમ્બરે અગાઉ મૂકેલા પ્રતિબંધને કામચલાઉ રીતે હટાવી લીધો હતો.
ગયા વરસે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ વધવા પાછળ ફટાકડા પણ એક કારણ હોવાની ઉત્પાદકોએ કરેલી કબૂલાતને પણ કોર્ટે ધ્યાન પર લીધી હતી, એમ તેમણે કહ્યું હતું.

print

Comments

comments

VOTING POLL