ફરેર ગામે જુગાર પરના દરોડામાં એક ઝડપાયો, બે નાસી ગયા

August 12, 2017 at 1:57 pm


કુતિયાણાના ફરેર ગામે રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડતા એક ઝડપાયો હતો જ્યારે બે શખ્સો નાસી જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
ફરેર ગામે જાહેરમાં રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડéાે હતો ત્યારે કડેગી ગામનો ગગન નાથાભાઈ કડેગીયા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે ફરેર ગામના કાંધા વિંજાભાઈ અને ભાવેશ ઉર્ફે ધતુરી નામના બે શખ્સો દરોડા દરમિયાન નાસી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય અને 18 હજારની રોકડ રકમ કબ્જે કરી ગુન્હો નાેંધી નાસી ગયેલા શખ્સોને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL