ફાયનાન્સ, મંડળીઓ મળી કુલ 185 સ્થળે પોલીસના દરોડા

January 12, 2018 at 4:53 pm


શહેરમાં વ્યાજખોરોના ભયાનક આતંકની આગને ઠારવા પોલીસે અભિયાન શ કર્યું છે. પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં સિંધી યુવાને આત્મવિલોપ્ન કરી લીધા બાદ પોલીસે ફાયનાન્સ કંપ્નીઓ, મંડળીઓ તેમજ વ્યાજનો ધંધો કરતા શખસો મળી કુલ 185 સ્થળે દરોડા પાડી દસ્તાવેજો સહિત ચેકીંગ કરી વધુ તપાસનો ધમધમાટ શ કર્યો છે. ક્રાઈમ બ્રાંચ 75, ગાંધીગ્રામ 15, માલવીયાનગર 10, તાલુકા 13, પ્ર.નગર 11, આજીડેમ 4, એ-ડીવીઝન 25, બી-ડીવીઝન 12, ભકિતનગર 13 અને કુવાડવામાં 5 સ્થળે દરોડા પાડયા હતા. જેમાં કંઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહેરમાં બિલાડીના ટોપ્ની જેમ ફુટી નીકળેલા ફાયનાન્સ પેઢી, મંડળીઓ તેમજ વ્યાજનો ધંધો કરતા હરામખોરો મજબુર વેપારી કે સામાન્ય લોકોને વધુ વ્યાજે નાણા આપી મરવા મજબુર કરતા હોય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા સહિત ફાયનાન્સ કંપ્નઓ, મંડળીઓ, વ્યાજખોરો પર તુટી પડવા કરેલા આદેશથી ક્રાઈમ બ્રાંચ, એસઓજી તેમજ તમામ પોલીસ મથકના પીઆઈ સહિતે દરોડા પાડયા હતા. તેમજ નહીં મળનાર વ્યાજખોરોને ક્રાઈમ બ્રાંચે હાજર થવા હકમ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL